________________
૨૫
મેવાડ પછી માળવાનું પ્રકરણ ક્રમ પ્રમાણે આવવું જોઈએ પણ રહી જવાથી પંજાબ ને કાશ્મીર પછી મૂકયું છે.
માળવા. માળવાના સૌથી પ્રસિદ્ધ તીર્થ અવંતિપાર્શ્વનાથ, મક્ષીજી, માંડવગઢ તથા સેમીયા ગ્રામ છે. અવંતિપાશ્વનાથનું ભવ્ય મંદિર ઉજજનમાં આવેલું છે. એક વખત આખાયે હિંદુસ્તાન પર પ્રભાવ પાડતી આ નગરીના ઐતિહાસિક બનાવેની ગણના કરવા બેસીએ તે પાર પણ ક્યાં આવે? અવંતિસુકુમારની વાતમાં તમે વાંચ્યું છે કે આ મંદિર કેવી રીતે બંધાયું. આ મંદિર સિવાય બીજા પણ નાનાં મોટાં ઘણાં મંદિરે છે. સિવાય વેધશાળા, મહાકાળેશ્વરનું મંદિર, દિલે વગેરે અનેક વસ્તુઓ જેવા લાયક છે.
મક્ષીજી. સ્ટેશનથી થોડે દૂર આવેલા મલી ગામમાં મક્ષીજી પાર્શ્વનાથનું મંદિર બુલંદ શિખરવાળું તથા ખુબ ભવ્ય છે. તેની આસપાસ નાની મોટી ત્રણ પ્રદક્ષિણા ફરવાની ભમતિ છે. ઘણા પ્રાચીન કાળથી એ સ્થાન ન તીર્થ તરીકે મહિમા છે.
- માંડવગઢ. મહુની છાવણીથી લગભગ ૩૦ માઈલ છેટે પેથડકુમારની વાતમાં વાંચી ગયેલ સુપાર્શ્વનાથના કપાટાક્ષવાળું માંડવગઢ આવેલું છે. એક વખત ત્યાં સવા લાખ જેનાં ઘર હતાં. આજે તે એક નાનું ગામડું માત્ર છે. એની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com