________________
મોટા પાયાપર પ્રાચીન અવશે બેદી કાઢવામાં આવે છે. એમને એક અવશેષ જિનમંદિર હોવાનું જણાયું છે. ભરત બાહુબલિનું યુદ્ધ આજ સ્થાને થયું હતું. પૂજ્ય આત્મારામજી મહારાજના વિહાર પછી પંજાબમાં અનેક ઠેકાણે જૈનમંદિરે બન્યા છે. આજે ગુજરાનવાળામાં આત્માનંદ જૈન ગુરુકુળ ચાલી રહ્યું છે, જ્યાં હિન્દભરના જૈન વિદ્યાથી એ આવીને લાભ લઈ શકે છે. અહીંથી ૧૬ ગાઉ આવેલ રામનગરમાં ચિંતામણિ પાર્શ્વનાથનું ગુલઝાર તીર્થ છે.
આ પ્રાંતમાં અંબાલા, લુધીઆણુ, ફગવાડા, અમૃતસર લાહેર, ૫૫નાખા, દીદારસિંગને કિલ્લે વગેરે સ્થળોએ સુંદર જૈન મંદિર છે. બીજાં નાનાં ગામોમાં પણ ઘણાં જૈન મંદિર છે.
કાશ્મીરના રાજ્યમાં જંબું શહેર છે. ત્યાં આપણું જૈન દહેરાસર છે. અહીંથી ૨૫ ગાઉ દૂર આવેલ સનખતરામાં તથા ત્યાંથી ૬ ગાઉ દુર નાટવામમાં પણ જિન મંદિર છે. પછી હિમાલય શરૂ થાય છે, અને એની પેલી પાર કાશ્મીરની ખીણ છે, જ્યાં એક વખત જૈન મંદિર હતા પણ આજે તે વિષે કંઈ જણાતું નથી.
મુલતાનમાં પણ જિનમંદિર છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com