________________
કારજા, મૂરતીજાપુર, બાલાપુર, ભુસાવલ, ખંડવા વગેરેમાં પણ સુંદર જૈન મંદિર છે.
બુરાનપુરમાં મનમોહન પાર્શ્વનાથનું મંદિર તીર્થ ગણાય છે જ્યાં સમેતશિખરની રચના લાકડામાંથી કરેલી છે તે બહુ સુંદર છે.
મધ્ય હિંદ, મધ્ય હિન્દુસ્તાનમાં નાગપુર ને રાયપુર હાટાં શહેરે છે. તેમાં આપણાં જૈન મંદિર છે અ. પ્રાંતમાં બીજા અનેક સ્થળે તે હેવાને સંભવ છે પણ તેની હજી જોઈએ તેટલી માહિતી મળતી નથી.
પંજાબ ને કાશ્મીર આ પ્રદેશમાં પ્રાચીન તીર્થ તરીકે વિત્તભયનગર ને તક્ષશિલા છે. ભેંરા ગામ રેલવે સ્ટેશન છે, અને જ્યાં લાલમુસા જંકશનથી જવાય છે તે પ્રાચીન સમયનું વિત્તલય નગર છે. જૈન શાસ્ત્રમાં પ્રખ્યાત ઉદયનરાજા ને પ્રભાવતી રાણી અહીં થઈ ગયાં છે. પ્રભાવતીને ગાંધાર શ્રાવકે આપેલી ચંદનની મહાવીર પ્રભુની મૂર્તિ એક ભવ્ય મંદિર બંધાવીને આ નગરમાં જ પધરાવવામાં હતી. આજે આ સ્થળે એક જન મદિર હયાત છે. જૈનનું ઘર તે એક પણ નથી. પાસે આવેલ પિંડદાદાના ગામમાં ૧૫-૨૦ શ્રાવકેનાં ઘર છે. રાવલપીંડીથી પેશાવર જતાં તક્ષશિલા આવે છે. જ્યાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com