________________
રહ્યા છે, તે જાણે એ પત્થરને કરવામાં ભૂલ થઈ હોય તેમ કતરણીના ખાડા પુરી રહ્યા છે. છતાં એ સ્થંભો તે બળજેરીથી પણ પિતાનું મૂળ સૌદર્ય બતાવી રહ્યા છે. ખરેડીની પાસે જ વિમળશાહની પ્રખ્યાત ચંદ્રાવતીનાં ખંડેરો છે જ્યાં ડાં વર્ષ પહેલાં તે ઉપરાંત આરસનાં મંદિર વિદ્યમાન હતાં. અહીંથી થોડે દૂર બામણવાડ, જારેલી વગે. રેની નાની પંચતીથી આવેલી છે. શિરેહી પણ પિતાના સુંદર મંદિરેથી જૈનમંદિરોના ગૌરવમાં વધારે કરી રહ્યું છે. રાણ સ્ટેશનથી છેડે દૂર આવેલ રાણકપુરજીનું ભવ્ય મંદિર પિતાની બાંધણીવડે આખા હિંદમાં અજોડ બન્યું છે. એના મંદિરમાં ૧૪૪૪ થંભે છે ને ૮૪ તે ભેંયરાં છે. ધનાશાહ પરવાડને આવેલ નલિની ગુલ્મ વિમાનના સ્વપ્ન બરાબરજ આખું મંદિર નિર્માણ થયું છે. એમાં ૯૯ લાખ રૂા. નું ખર્ચ થયેલ છે. જોયા વિના આ મંદિરને ખ્યાલ નજ આવે. અહીંથી વરકાણુ, નાડેલ-નાડલાઈને ઘાણે રાવની પંચતીથી શરૂ થાય છે. ટાણુજી વગેરે પણ જોવા લાયક છે. આ બધા ભાગ જેમાં તમારા મન ઉપર ખુબ અસર થશે. અહે એક વખત જૈનેની શું હાલત હતી ? આજે શું હાલત છે? એરપુરાથી ૧૬ માઈલ છેટે આવેલ ધોળા ગઢમાં રહેલા મંદિરે કેરડાછ યાને કેરંટક નામનું પ્રાચીન તીર્થ છે. રેલવે માર્ગે આગળ વધતાં પાલી શહેર આવે છે જેના શહેર બહાર પર્વત પર બાંધેલાં મંદિરે મનને શાંત કરે છે. રણભૂમિના પ્રવાસને અનુભવ કરતે યાત્રી જે અહીંથી આગળ વધે તે જેશલમીર આવે છે જેમાં લગભગ અગીઆર મંદિર ખુબ શિલ્પની સમૃદ્ધિથી સુશોભિત છે. એના પુસ્તક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com