________________
લાખની મિલ્કત ઈષ્ટદેવની ભક્તિ અર્થે છાવર કરતા ભકતેને બદલે આજે ત્યાં ચામાચીડીયાઓનેજ વાસ થયે છે. લક્ષ્મીને ખરે સદુપયેાગ આવા મંદિરને જીર્ણોદ્ધાર કરવામાં છે.
દક્ષિણ દિશાથી શરૂ કરીએ તે ગૂજરાતત મારવાડની સરહદ પર સાર-સત્યપરિમાં પ્રભુ મહાવીરની પ્રાચીન પ્રતિમાનાં દર્શન થાય છે. અરવલ્લીના દક્ષિણ છેડે આબુગિરિરાજ ગુજરાત-રજપુતાના કાશ્મીર સમે ખડે છે. એના મધ્ય ભાગમાં જગતભરમાં અજોડ એવાં દેલવાડાનાં મંદિરે શોભી રહ્યા છે. ત્યાંના પાંચ મંદિરના સમૂહ પૈકી વિમલવસહી ચાને વિમળશાહનું મંદિર અને લુણગ વસહી યાને તેમનાથનું મંદિર આરસપહાણની બીનહરીફ કોતરણુંવાળાં છે. એક વિમલવસહી બાંધવામાં જ વિમળશાહે ૧૮ કોડને ૩૦ લાખ રૂપીઆ ખર્યા છે. નેમિનાથના મંદિરમાં એથી પણ વધારે ધન ખરચાયું છે ને તેના ફકત દેરાણી જેઠાણીના ગેખલામાંજ અઢાર લાખ રૂપિયા ખર્ચ થયું છે. આવા ધર્મ કળાપ્રેમી વિમળશાહ અને વસ્તુપાળ તેજપાળના જીવનચરિત્ર તમે અગાઉવાંચી ગયા છે. અહીંથી થોડે દૂર આવેલા અચળગઢનું ઉંચું શિખર પણ જિનમંદિરથી પવિત્ર થયેલ છે. એના એક મંદિરમાં ૧૪૪૪ મણ મિશ્રધાતુની પ્રતિમા છે. જે સેનાની જ લાગે છે, આબુ પાસે આવેલા આરાસ
ના ડુંગરામાં કુંભારી આજીનાં પ્રાચીન મંદિર ખંડેર હાલતમાં નજરે પડે છે. એની અપૂર્વ કતરણી વાળા આરસના સ્થંભે પર આજે તે મરામત કરતાં ચુનાના કુચડા ફરી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com