________________
ગુરુની નિસ્પૃહતા જોઈ કુમારપાળના મુખમાંથી શબ્દ નીકળી પડ્યા કે અહો ! ધન્ય છે આ મહાપુરૂષની નિર્લોભતાને કે જેઓ રાજ્યલક્ષ્મીને પણ તૃણ સમાન ગણું નિરંતર પરોપકાર કરવા માટે જ જીવે છે.
બાદ ગુરુના ગુણેની વારંવાર સ્તુતિ કરી, તેમની રજા લઈ કુમારપાળ ખંભાતથી નીકળી માળવા તરફ ગયે. ત્યાં તેને ખબર મળી કે સિદ્ધરાજનું પાટણમાં અવસાન થયું છે. તરત જ તે ત્યાંથી નીકળી પાટણ આવ્યા. પિતાના બનેવી કૃષ્ણદેવની મદદથી રાજ્ય મેળવી ગાદીએ બેઠે. પોતાના પર કરેલા ઉપકાર બદલ ઉદયન મંત્રીને તેણે પિતાનો વડા પ્રધાન બનાવ્યા. બીજા પણ ઉપકારીઓને યાદ કરી યોગ્ય બદલે આ ને શ્રી હેમચંદ્રાચાર્યને પિતાના ગુરુ તરીકે સ્વીકાયો.
શ્રી હેમચંદ્રાચાર્યની મહાભાવના સફળ થવાને સુગ આવી પહોંચે.
એક દિવસ કુમારપાળ વિચારવા લાગ્યો કે ગુરુના અનંત ઉપકારોને બદલ કેમ વાળ? આ રાજ્યલક્ષ્મી તે શું પણ મારા ઘરનું ભોજન સરખું તેઓ લેતા નથી. તે હવે કેમ કરવું? તેમની વિદ્વતા અને તેમના જ્ઞાનને વિચાર કરતાં તેને લાગ્યું કે ખરેખર આ કલિકાલમાં તેમના જે જ્ઞાની કોઈ છેજ નહિ. તે મારે એક ખાસ દરબાર ભરી તેમને “કલિકાલ સર્વજ્ઞ”નું બિરૂદ આપવું.
તરત તેણે દરબાર ભરવા તૈયારી કરી. મોટા મેટા રાજપુરૂષને અને શેઠ શાહુકારેને આમંત્રણ પાઠવ્યાં.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com