________________
ક્રોધથી ધન વીર પુસ્તકના આ ભયરામાં તેને
આવી નગરની અંદર ચારે બાજુ તેની શોધ કરવા લાગ્યા. કુમારપાળને ખબર પડતાં તે મંત્રીના મકાનમાંથી નીકળી હેમચંદ્રસૂરિના ઉપાશ્રયે આવ્યો અને બોલ્યા કે પ્રો! સિદ્ધરાજના સુભટે મને પકડવા આવ્યા છે. આપ મારું રક્ષણ કરે.
આચાર્યશ્રીએ ઉપાશ્રયમાં એક ભેંયરામાં તેને ઉતાર્યો અને તેનું દ્વાર પુસ્તકના ઢગલાવડે ઢાંકી દીધું. કધથી ધમધમતા રાજાના સુભટે આવી સૂરિજીને પૂછવા લાગ્યા કે તમારા મઠની અંદર કુમારપાળ છે એવી અમને ખબર મળી છે માટે તે અમને સેંપી દે.
આચાર્ય બાલ્યા કે આ મકાન રહ્યું. કુમારપાળ જડે તે લઈ જાવ. - સુભટેએ ખુણે ખેંચરે તપાસ કરી પણ કુમારપાળનું ઠેકાણું જડયું નહિ. તેઓ શોધતા શોધતા ભેંયરા આગળ આવી પહોંચ્યા. પણ ત્યાં પુસ્તકો અને તાડપત્રને માટે ઢગલે જેમાં તેઓ પાછા વળી ગયા. સુભટના ગયા પછી કુમારપાળને બહાર કાઢવામાં આવ્યું. તે બે કે પ્રભે! આપે મને જીવિતદાન આપ્યું છે. હું આપને અત્યંત આણું . મેં આપને રાજ્ય આપવા કબુલ કર્યું છે. હાલમાં મારું જીવિત પણ આપને અર્પણ
વત્સ! રાજ્ય અને જીવિત અમારે શા કામના છે? રાજ્યલક્ષ્મી પ્રાપ્ત થયા પછી કૃતની ન નિવડતે એટલે બસ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com