________________
૧૮
ચતુર્વિધ સંઘને આમંત્રણ આપ્યુ. સામાને અને અન્ય રાજવીઓને પણ નાતો.
શુભ મુહુતૅ આચાર્ય શ્રી શિષ્યા સાથે દરખારમાં પધાર્યા. સર્વેએ ઉભા થઈ વંદન કર્યું. વિવિધ પ્રકારનાં વાત્રા વાગવા લાગ્યાં. કુમારપાળે ઉભા થઈ જણાવ્યું કે ભગવાન હેમચંદ્રાચાર્યની બરાબરી કરે તેવા આ જમાનામાં કાઇ નથી. તેમના અનેક ઉપકારા માટે જગત તેમનું ઋણી છે. તેઓ યુગષ્ટા છે. તેઓ આ કળીયુગમાં જ્ઞાનના સાગર છે. તેથી આપ સર્વોની સમક્ષ ગુરુદેવને • કલિકાલ સર્વજ્ઞ 'નું બિરૂદ અપાયેલું હું જાહેર કરૂં છું.
સભામાંથી એક વિદ્વાન બ્રાહ્મણુ પ ંડિતે ઉભા થઈ જણાવ્યું કે ભગવાન હેમચંદ્રાચાર્યના જેટલી વિદ્વતા, તેમના જેટલું તપેાબળ અને તીક્ષ્ણ બુદ્ધિ હજી કોઈનામાં જોવામાં આવી નથી. ‘ કલિકાલ સર્વજ્ઞના બિરૂદને તે સર્વ રીતે ચાગ્ય છે. હું તેમને અભિનંદન આપું છું.
આ વખતે ભગવાન હેમચંદ્રાચાર્યના સુંદર મુખ ઉપર તેજોમંડળ ઉભરાયું હાય તેમ જણાવા લાગ્યું. તેમાંથી એક અદ્ભુત ચૈાતિ પ્રગટી વાતાવરણને પ્રકાશથી ભરી દેવા લાગી. તેઓ ધીર ને ગંભીર વાણીથી મેલ્યા: રાજન્ ! મને આપેલા ખિદને હું લાયક થા એમ ઈચ્છુ છું. ભગવાન મહાવીરે સેવા અને અહિંસા ધર્મના જે પરમ સ ંદેશ જગતને પાઠવ્યા છે તે પ્રમાણે સર્વજીવા વતા થાય એ મારી ભાવના છે. હૅરેક મનુષ્ય એ માર્ગ ગ્રહણ કરે અને શાસનના વિજય કરે. જગત કલ્યાણના એ જ મહા માર્ગ છે. શુભં ભવતુ!
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com