________________
કાઠીઆવાડ તીર્થાધિરાજ શત્રુંજય, તાલધ્વજ, (તળાજા) નવખંડા પાર્શ્વનાથ (ઘા), વલ્લભીપુર (વળા) ગિરનાર, અજાહરા પાર્શ્વનાથ, પ્રભાસપાટણ, વંથલી, વજાજી ને દ્વારિકા આ દેશના મુખ્ય તીર્થો છે.
શત્રુંજય શત્રુ જ્યના નામથી કોણ અજાયું હશે? આ પહાડ આપણું સહુથી મહાન તીર્થ છે. એના કાંકરે કાંકરે સિદ્ધ થયા છે એમ કહેવાય છે. પ્રભુ રીખદેવ અહીં ૯૯ વખત આવ્યા હતા, તેમનાં પગલાં એક જુની રાયણ નીચે છે. પાસે જ ભરત ચક્રવર્તીએ બંધાવેલું મહાન મંદિર છે. એ મંદિર આજે મૂળ સ્વરૂપમાં નથી કારણ કે વખત જતાં તે જીણું થતું ગયું એટલે ફરી કરીને સમરાવવામાં આવ્યું છે. કર્ણ થએલા મંદિરને સમરાવીને સારું કરવામાં આવે તેને ઉદ્ધાર કહે છે. એવા સેળ મહાન ઉદ્ધારો આ મંદિરના થયા છે. ઋષભદેવ ઉપરાંત બીજા ૨૨ તીર્થંકરે (નેમનાથ સિવાય) પણ અહીં આવી ગયેલ છે. બીજા પણ અનેક મહાન પુરુષે એ તપ કરી અહીં મુક્તિ મેળવી છે.
આ તીર્થનાં જુદાં જુદાં ૧૦૮ નામ છે. તેમાંના કેટલાંક નીચે મુજબ છે. સિદ્ધક્ષેત્ર, સિદ્ધાચળ, શ્રીપદ, હસ્તગિરિ, સહસ્ત્રકમળ,ઢંક,કદંબગિરિ, હિતગિરિ, વિમળાચળ વગેરે.
અહીં નાનાં મોટાં મળી ૩૦૦૦ મંદિરો છે. એટલે એ મને દિનું જ મહાન નગર હોય તે દેખાવ થઈ રહ્યો છે. હિંદ ભરને એક પણ ભાગ એવો નથી જ્યાંથી આ મંદિરને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com