________________
જીણુ થઈ ગયાં છે. આમાંના જે જે મદિશ માટાં તી રૂપ ગણાય છે ત્યાં ત્યાં કારખાના અથવા તે વ્યવસ્થા કરનારી ને યાત્રાળુઓને સગવડ આપનારી સસ્થાઓ છે. આપણા તીર્થાંની સ'ભાળ રાખનારી માટામાં માટી પેઢી શેઠ આણુંદજી કલ્યાણજીની છે. એ કાઇ શેઠના નામની નથી પણ આનંદ ને કલ્યાણના ભાવને સૂચવનાર નામેા છે. બધાં મદિરાની યાત્રા કરતાં તે આખુ જીવન પૂરું થાય પણ તેનાં મુખ્ય મુખ્ય તીર્થં રેલ્વે માર્ગે ૧ વર્ષમાં જોઇ શકીયે ખરા.
હિંદુ મહાર પણ જૈન મંદિર છે. હમણાં એસ્ટ્રીયા હંગેરીમાં એક ખેડુતના ખેતરમાંથી ચંદ્રપ્રભુજીનું મંદિર નીકળી આવ્યું છે. અમેરિકાના એક પહાડ પર શ્રી પાર્શ્વનાથજીની પ્રતિમા કારેલી જણાઈ છે. આવા ખીજા ઘણા સ્થળે હશે. કારણ કે એક વખત જૈન ધમ બીજા દેશેામાં પણ સારી રીતે ફેલાયેા હતા. પણ હજી આપણને તેની પૂરતી માહિતી મળતી નથી.
વનની સરળતા ખાતર હિંદુસ્તાનના નીચે મુજબ વિભાગા કર્યાં છે. (૧) કાઠીવાડ (૨) કચ્છ (૩) ગૂજરાત (૪) મારવાડ (૫) મેવાડ (૬) માળવા (૭) વરાડ (૮) મધ્યહિંદ (૯) પંજાબ ને કાશ્મીર (૧૦) સંયુકત પ્રાંત (૧૧) ખિહાર (૧૨) મંગાળા (૧૩) બ્રહ્મદેશ (૧૪) સુખાઇ (૧૫) ખાનદેશ (૧૬) મહારાષ્ટ્ર (૧૭) કર્ણાટક (૧૮) મલખાર (૧૯) મદ્રાસ ઇલાકા (૨૦) આંધ્ર (૨૧) હઁસુર રાજ્ય (૨૨) હૈદરાબાદ રાજ્ય (૨૩) ઉત્કલ.
તેમાંના દરેક ભાગના મુખ્ય તીર્થાના ટુંક પરિચય અનુક્રમસર આ પુસ્તકમાં આપેલા છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com