________________
એમાંથી આગળ વધતાં એક ગુફા આવી. યોગીએ બતાવેલી વિષિ પ્રમાણે શેઠે એ ગુફા આગળ યક્ષનું પૂજન કર્યું. પછી પુસ્તકના આધારે ગુફામાં પિઠા. અહા ! શું તે ગુફાનું ભયંકર સ્વરૂપ ! થોડા થોડા અંતરે ભડકા થાય ને ભૂતાવળે રજુ થાય. એ જોઈ યોગીના કહ્યા પ્રમાણે શેઠ પિલા બાકળા નાખે ને આગળ વધે. પેલું પાડાનું પૂંછડું સળગાવી તેને દીવી તરીકે ઉપયોગ કર્યો. એથી ગુફાના અંધકારમાં અજવાળું પડવા લાગ્યું. એ ગુફામાંને ગુફામાં આમ કેટલાયે માઈલ ગયા ત્યારે એક ચાર હાથ લાંબે પહેળે ને ખુબ ઉડે કુ આવ્યો. એજ રસકૂપિકા હતી. યોગીએ માંચીને બે લાંબી દોરી બાંધી ને શેઠને તે ઉપર બેસાડયો. હાથમાં બે તુંબડાં આપ્યાં. પછી કુવાની અંદર ઉતાર્યો. પેગી કહે, અંદર જઈને તુંબડાં ભરાય એટલે દેરી હલાવજે. શેઠે તેમ કર્યું. એટલે રોગીએ તેને ઉપર ખેંચવા માંડશે. જ્યારે તે કાંઠે આવ્યું ત્યારે યોગીએ કહ્યું: પહેલાં તુંબડાં મને આપી દે. વખત છે બહાર નીકળતાં ઢળાઈ જાય તે ? શેઠે પણ ભોળાભાવે તુંબડાં આપી દીધાં.
ગીએ તરત જ દેરીઓ કાપી નાંખી ને શેઠને કુવામાંજ રહેવા દીધે. પિતે આગળ ચાલ્યા ગયે. હવે શેઠની કમબખ્તીને પાર રહ્યા નહિ. તે દુઃખી દુઃખી થઈ પિતાની જાતને ધિકકારવા લાગ્યુંહા! લેભ! તું શું નથી કરાવતે? લોભને માર્યો હું તે કપટી યોગીને પણ ઓળખી ન શક! હવે મારી શી વલે થશે ? આ કુવામાંથી શી રીતે બહાર નીકળીશ? આતે મહાન કેદ મળી. અંધારી કેટની કેદ મળી. હવે મારું શું થશે?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com