________________
જાણીને કાઢી લઉં. જરૂર એથી એક ક્રોડ ટકા થશે ને મારે ઘેર કેડાધિપતિની ધજા બંધાશે.
હવે તે નિધાનશાસ્ત્રના જાણકારને મળવા લાગ્યો. તેની ખુબ ભક્તિ કરવા લાગ્યા. ત્યારે એ શાસ્ત્રના જાણકારે કહ્યું કે હે શેઠ! એકે અક્ષર એ નથી કે જેમાં મંત્ર ન હોય. એકે વનસ્પતિ એવી નથી કે જેનું મૂલ્ય ન હોય. ભૂમિને કઈ પણ ભાગ એ નથી જ્યાં ધન ન હોય. પણ ભાગ્યશાળીને જ તે દેખાય છે. છતાં આપણે લક્ષણપરથી તપાસ કરીએ. સાંભળે, એનાં લક્ષણો કહું. જ્યાં પંખીનાં ઘણાં પગલાં હોય ત્યાં જરૂર ધન હેય. રવિવારે ખંજરીટ, દીવાળી, ઘેડે જ્યાં ચરક કરે ત્યાં પણ ઘન હોય. વળી છાણમાંથી એરંડાના બીને અંકુર ફૂટે ત્યાં પણ ધન હોય. જ્યાં ખંજરીટ પંખીનું જોડલું કીડા કરતું હોય ત્યાં પણ ધન હેય. વળી જ્યાં પુવાડને છોડ ઘડીક ઘડીકમાં સીધો વધતું હોય ત્યાં પણ ન હોય. ધૂળે આકડે, ધૂળ ખાખરે ને ધળી બીલી હોય ત્યાં પણ ધન હોય. જેવું એમનું દૂધ એવું ત્યાંનું ધન. આવાં આવાં લક્ષણે જાણે શેઠ હવે નિધાનની ખેાળમાં ફરવા લાગે. એક વખત ધોળા ખાખરાને જોઈ ખુબ આનંદ પામ્યા. પછી તેને આપેલા મિત્રોને ઉચ્ચાર કરવા લાગ્યું કે ૩૪ નમે ધરણેન્દ્રાય, ૐ નમે ધનદાય વગેરે. એ માત્ર બેલતાં બોલતાં જમીન ખેદી તે માંહીથી કેટલાય લાખ ટકા ધન નીકળ્યું. હવે એના આનંદને પાર રહ્યો નહે. તે નિધાન રથમાં નાખી, કેઈ જાણું ન જાય તેમ તે ઘર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com