________________
- -
બધા દુઃખમાં પણ શેઠને એક વાતને આનંદ થતું હતું કે કોડનું રત્ન સાચવ્યું છે. તે રખડતે રખડતે પિતાને ગામ આવ્યું ને પિતાના કુટુંબને મળે. બીજે દિવસે પિલું રત્ન જાંઘ ચીરીને ઝવેરીઓને બતાવ્યું. ઝવેરીઓ કહે, આ રત્ન મૂળ એક કોડનું છે, પણ જાંઘની ગરમીમાં રહેવાથી કાંઈક ઝાંખુ પડયું છે. એટલે એની કિસ્મત એક લાખ ટકા ઓછી ઉપજશે. આ સાંભળી ધનશેઠે દાંત કચકચાવ્યાઃ આ શો ગજબ કે ૯૯ ટકા કેમે કરી કોડ થતાજ નથી? જીવને સાટે મુસાકરી કરી દરિયો ખેડશે. આટઆટલી મહેનત ઉઠાવી તે બધી ફગટ ગઈ ! હવે શું કરું? કોઠાધિપતિ તે થવું જ છે. પણ ભાગ્ય કાંઈ મદદ કરતું નથી. એ તે વધારે મેળવેલું કઈને કઈ રસ્તે ઝુંટવીજ લે છે. શેઠ આટઆટલી લક્ષ્મી છતાં કોઠાધિપતિ નહિ થવાથી ખુબ ચિંતામાં રહેવા લાગ્યા. ન ખાવુંપીવું ભાવે, ન માજશેખ. કેઈની સાથે વાત કરે પરંતુ તે પણ મન વિના. અસતેષીના શું હાલ થાય છે તે જરા જુઓ!
એક વખત કેઈ ધાતુવાદ જાણનાર ધુતારો આવ્યો. તેણે શેઠને ચિંતાતુર જાણે હકીકત પૂછી. શેઠે કહ્યું કે કેઈ પણ ઉપાયે એક લાખ ટકા વધતાજ નથી. માટે જે તું કાંઈ જાણતા હોય તે ઈલમ બતલાવ. પેલે ધાતુવાદી કહે, એહ શેઠ! એમાં તે શું મોટી વાત છે? ધાતુવાદના પ્રતાપથી તમને જોઈએ તેટલું સોનું બનાવી આપીશ.
શેઠ તે આ સાંભળી રાજી રાજી થઈ ગયા. પેલા ધાતુવાદીએ થોડું સાચું સેનું કપટ કરીને રાખ્યું હતું તે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com