________________
ધનશેઠના ૯૯ લાખ ટકા તે ૯૯ લાખ જ રહ્યા. કોડ ન થયા તે નજ થયા. પણ ધનશેઠ એમ કાયર થાય તેમ ન હતું. તેણે હવે બધું ધન સાથે લઈને પરદેશની મુસાફરી ખેડી ખુબ ધન કમાઈને પાછા વળે. રસ્તામાં એક જંગલ આવ્યું. ત્યાં ભીલ લેકેએ તેના સાથ પર હલ્લો કર્યો. બધા જીવ બચાવવા નાશી ગયા. ધનશેઠ પણ જેટલી કિસ્મતી વસ્તુ લેવાય તેટલી લઈ ચુપકીથી છટકી ગયે. કોઈ નિર્જન અરણ્યમાં જઈ ચડ. મહા મહેનતે ઘેર પાછો ફર્યો. ત્યાં જઈ બધી વસ્તુ મેળવી તે પણ ધન તે
૯ લાખ ટકાજ થયું. તેમાં જરાયે વધારો થયો નહિ. હવે તે અનેક રીતે ભાગ્ય અજમાવવા લાગ્યો. એક વખત તેને વિચાર આવ્યો જે મારું ઠેકાણું ફરે તે ભાગ્ય ફરે. એથી સર્વ કાંઈ સાથે લઈ તે વહાણ ભરી પરદેશ ગયો. ત્યાં લગભગ એક કોડ ટકા ધન મેળવ્યું. હવે ઘેર પાછા ફરવા વિચાર કર્યો. પણ રખેને વહાણ ભાગે તે બધું ધન ચાલ્યું જાય એમ વિચારી એક કેડ રૂપિયાનું એક રત્ન લીધું ને તેને જાંઘ ચીરી અંદર મૂકયું. પછી દવાથી તે ભાગને રૂઝવી વહાણમાં બેઠે. મનમાં મલકાવા લાગે, હવે ક્રોડ ટ કયાં જવાના છે. બન્યું એવું કે વહાણ ભર દરીએ તેફાનમાં સપડાયું ને ભાંગી ભુકો થઈ ગયું. શેઠની આયુષ્ય દોરી બળવાન કે એક પાટિયું શેઠના હાથમાં આવ્યું. દશ દિવસ દરિયામાં તરીને કિનારે પોં કે તરતજ બેભાન થઈ ગયે. કેટલીકવારે શુદ્ધિ આવી એટલે આગળ ચાલ્યા. જગલમાં ભટકવા લાગે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com