________________
૧૪
કુમારપાળની પાસે આવતાં તેના કમળ જેવા કામળ પગે રાજચિન્હ જોવામાં આવ્યું.કંઈક વ્હેમ પડતાં સિદ્ધરાજે કુમારપાળના મ્હાં સામે જોયુ, તેના વ્હેમ દૃઢ થવા લાગ્યા. આ કુમારપાળ તા ન હોય એવા સ`પવિ૫ તેના મનમાં ઉઠયેા. તે તેના સામું તાકી રહ્યો. કુમારપાળને લાગ્યુ કે સિદ્ધરાજ મને આળખી ગયા છે. હવે વધુ વખત અહીં બેસી રહેવામાં માલ નથી. તેમ કરવા જતાં કદાચ શત્રુના હાથમાં સપડાઇ જવાય. એટલે તે સેાજન પડતું મૂકી એક કુદકા મારી મૂઠીઓ વાળી નાઠા. સિદ્ધરાજને ખાત્રી થઈ કે નક્કી આ કુમારપાળ છે. તેણે રાજસેવકાને પાછળ દોડાવ્યા. પણ કુમારપાળ જીવ લઈને ભાગ્યા. રાજસેવકાને થાપ આપીને એક કુંભારના ઘરમાં સંતાઈ ગયા અને ખીજે દિવસે ગુપ્ત રીતે પાટણ છેડી નાસી ગયેા. ત્યાંથી નાસતા નાસતો તે ખંભાત પહોંચ્યા.
આ બાજુ હેમચંદ્રાચાર્ય પણુ વિહાર કરતા પાટણથી ખંભાત આવ્યા હતા. કુમારપાળ પાસે ખરચી ખુટવાથી તે ઉદ્દયન મંત્રીને ઘેર ગયા. ત્યાંથી સમાચાર મળ્યા કે ઉદયન તા આચાર્ય પાસે પાષધશાળાએ ગયા છે. કુમારપાળ ત્યાં ગયા. આચાય શ્રીએ તેને જોઈ કહ્યુ કે પધારા ગુજરેશ્વર કુમારપાળ. ઉડ્ડયનને વિચાર થયે કે ગુજરેશ્વર તા સિદ્ધરાજ છે અને આ રખડતા માણુસને આચાર્ય શ્રીએ ગુજરેશ્વર કેમ કહ્યો હશે. તેને ગુંચવાડામાં પડેલા જોઇ આચાર્ય ઓલ્યા કે મંત્રીશ્વર આ કુમારપાળ ભવિષ્યના ગુજરેશ્વર છે અને તેઓ ચક્રવર્તી રાજા થવાના છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com