________________
ર
તે દિવસથી આચાર્ય શ્રીએ નવીન વ્યાકરણ લખવું શરૂ કર્યું. કૂક્ત ખાર મહિનામાં સવા લાખ શ્વાકનું પંચાંગી વ્યાકરણ તેમણે રચ્યું. સિદ્ધરાજના નામમાંથી સિદ્ શબ્દ લીધે। અને હેમચંદ્રના નામમાંથી હંસ શબ્દ લઇ ગ્રંથનું નામ સિદ્ધહેમ આપ્યુ. આચાર્ય શ્રીની આવી અગાધ શક્તિથી સિદ્ધરાજ તાજુમ થઈ ગયા. બધા પડિતા પણ વિસ્મય પામ્યા. સિદ્ધરાજે આ ગ્રંથને હાથી પર પધરાવી આચાર્ય શ્રોના સ્થાનકેથી બહુ માનપૂર્વક પેાતાની પુસ્તકશાળામાં આણ્યું અને હુકમ કર્યો કે આજથી સર્વ વિદ્યાલયેામાં આજ વ્યાકરણ સર્વેએ ભણવું.
આ વ્યાકરણ એટલું બધુ સરસ છે કે અત્યારે પણ તે અન્ય વ્યાકરણા કરતાં શ્રેષ્ઠ ગણાય છે. આ ગ્રન્થથી હેમચંદ્રાચાર્ય ની ધ્રુતાના યશકા દશે દિશામાં વાગવા લાગ્યા.
ઃ પ :
મહારાજા સિદ્ધરાજને એક દિવસ વિચાર થયા કે અહા ! મારૂં મસ્તક ધાળુ થયું છે, વૃદ્ધાવસ્થા આવવાનાં ચિન્હા જણાવા લાગ્યાં છે, છતાં મારે એક પણ પુત્ર નથી. મારા મરણ પછી મારા રાજ્યની શી વ્યવસ્થા થશે ! તેના કાણુ ભાક્તા થશે ! શું મારું કુળ નિર્દેશ જશે અને આ રાજ્યના સ્વામી કોઇ અન્ય થશે! આમ વિચાર કરતા કરતા તે ઘણા શાકમાં ડૂમી ગયા. થાડા દિવસ બાદ તેણે હેમચંદ્રાચાર્ય ને પૂછ્યું : ગુરુદેવ ! મારે ત્યાં રત્ન, સુવર્ણ, હાથી, ઘેાડા વગેરે સર્વ સોંપત્તિએ રહેલી છે. પરંતુ આ સર્વના ઉપભેાગ કરનાર એક પુત્ર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com