________________
કેટલાક પંડિતે તેમની ઇતરાજી કરવા લાગ્યા. તેઓ હેમચંદ્રાચાર્યની વિરૂદ્ધ રાજાના કાન ભંભેરવા લાગ્યા. એક વખત સિદ્ધરાજ ધારાનગરીના રાજા યશોવર્માને હરાવીને પાછો ફર્યો. તે વખતે પંડિતે વગેરે તેને આશિર્વાદ આપવા આવ્યા. હેમચંદ્રાચાર્યે પણ એક કાવ્ય બાલી તેને આશિષ આપી. આ કાવ્યની ચાતુરીથી ચમત્કાર પામી રાજાએ તેમની ઘણી પ્રશંસા કરી. આ સહન ન થઈ શકવાથી કેટલાક ઈર્ષ્યા ખોર બ્રાહ્મણે બેલ્યા કે અમારાં વ્યાકરણ આદિ શાસ્ત્ર ભણ્યા ત્યારે હેમચંદ્રાચાર્ય વિદ્વાન થયા, અને આવાં સુંદર કાવ્ય બનાવતાં શીખ્યા. તેમાં તેઓએ શી ધાડ મારી કે તેમની આટલી બધી પ્રશંસા કરે છે?
રાજાએ આચાર્યની સામે જોયું. આચાર્ય બોલ્યા કે પૂર્વે શ્રી તીર્થકર મહારાજે બાલ્યાવસ્થામાં ઈન્દ્રની આગળ કહેલું વ્યાકરણ જે જેનેંદ્ર વ્યાકરણ કહેવાય છે તે હું ભણેલે છું.
અરે એતો બધાં ગપ્પાં છે ગપ્પાં. આધુનિક કાળે તમારે કોઈ વૈયાકરણ થયે હોય તે બતાવે.'ઈર્ષોથી બળી રહેલા બ્રાહ્મણે બાલ્યા.
જે મહારાજા સિદ્ધરાજ સહાય કરે તે છેડાજ વખતમાં પંચાંગી નવીન વ્યાકરણ હું બનાવું.” આચાર્ય. શ્રીએ દઢતાથી ઉત્તર આપે.
સિદ્ધરાજે કહ્યું: ગુરુદેવ! આપ નવીન વ્યાકરણ બનાવો. આપને જે મદદ જોઈશે તે હું આપીશ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com