________________
૧૫
પિતાના ચાતરા આગળ આવ્યેા. પિતાની છેવટની ઘડી તેની આંખ સામે તરવરવા લાગી. પિતાનાં એ દર્દ ભર્યો નેત્ર, સ્નેહ ભરી વાણી ને પેાતાના પરના અથાગ પ્રેમ યાદ આવ્યા. તેની આંખમાં આંસુ આવ્યાં. તે ચેતરાને વળગી પડયા. ત્યાં પિતાની મરતિથિ તેની નજરે પડી. પેલા ચાપડામાં તે! આ પછીની તિથિ છે એમ તેને એકાએક યાદ આવ્યું. ને માટું સંકટ પાર ઉતરી ગયા. તેણે જઇને રાજાને વાત કહી ને રાજાએ ખાતરી કરી તેને જવા દીધા.
: દુઃ
મહા પ્રમાણિક ધનદત્ત શેઠ ગામમાં પધારે છે. એ જાણતાં રાજાએ ભારે સામૈયું કર્યું. એ સામૈયામાં ગામનાં મોટા મેટા શેઠ શાહુકાર તથા રાજ્ય અધિકારીઓ હતા. સર્વેના મુખમાંથી એકજ વાત નીકળતી: ધન્ય ધનદત્ત શેઠ ! ધન્ય તમારી પ્રતીજ્ઞા !
ધનદત્ત આ વખતે એકજ વિચાર કરતા હતા કે આ બધી ચડતીનું મૂળ અદત્તાદાન વિરમણવ્રત છે. મેં તા હજી એનું ઉપર ઉપરથી જ પાલન કર્યું છે. સાધુ મુનિરાજો જેટલું નહિ. અહા ! એમના જેટલું શુદ્ધ સ્વરૂપે હું આ વ્રત કયારે પાળી શકીશ ? આમ વિચાર કરતાં સામૈયું પૂરું થયું ને રાજસભામાં દાખલ થયા.
રાજાએ બધાની સમક્ષ તેના પ્રામાણિકપણાની પ્રશસા કરીને તેને પ્રધાનની પદવી આપી.
પ્રધાનની પદવી એટલે કાંટાની પથારી. રાજાને રીઝવવા ને પ્રજાને પણ રીઝવવી અને એમ છતાંએ ફાઈને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com