________________
વિચાર કરે છે કે આ બધું મહિમા અદત્તાદાન વિરમણવ્રતને છે. માટે તેનું બરાબર પાલન કરવું.
હવે એક વખત ધનદત્તના મૂળ ગામના રાજાને ખબર પડી કે વસુદત્તને પુત્ર ધનદત્ત બહુ સદ્દગુણી ને લાયક નીવડે છે માટે તેને તેડાવવો. તેમણે રાજના માણસો મોકલ્યા. ધનદત્ત ઘેર જવા તૈયાર થયો તે વખતે પેલા ઇર્ષાળુઓએ વિચાર કર્યો. આ ધનદત્ત હાથે પગે ખાલી આવ્યો હતો ને કોડોની માલમિલ્કત લઈ જાય છે. એ તે ઠીક નહિ. માટે કઈ પણ ઉપાયે તેનું ધન પડાવી લેવું. પછી તેમણે એક બનાવટી ખાતું પાડી તેની પાસે બાર લાખ ટકા રાજાના આગળના લેણા છે એવું બતાવ્યું. ચોપડાને ધુમાડાપર ધરી તેને જૂને બનાવી દીધે. પછી રાજાને કહ્યું કે આ ધનદત્ત તે ઘેર ચાલ્ય. માટે તમારું જે લેણું છે તે લઈ લે.
રાજાએ ધનદત્તને બેલા ને પેલું ખાતું બતાવ્યું. ધનદત્ત કહે, આ સંબંધમાં હું કાંઈ જાણતું નથી. મારા ચેપડા જોઈને જવાબ આપીશ. તેણે ઘેર આવી ચેપડા ફેંદ્યા, પણ કાંઈ નીકળ્યું નહિ. તેણે રાજાને જણાવ્યું કે મારા ચોપડે એવું નામું નીકળતું નથી. એ વખતે દુષ્ટ પ્રધાન બોલ્યા: વાણીઆ તે લુચ્ચા હોય. એમના બોલ્યા પર વિશ્વાસ છે? માટે જે છે તે સાચું છે ને પૈસા ભરી ઘો.
ધનદત્ત એને માટે થોડી મુદત માગી ને જામીન રાખી ઘેર આવ્યા. ત્યાં વિચારમાં પડે. પછી ફરતાં ફરતાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com