________________
૧૬ નારાજ ન કરવા. ધનદત્ત પોતાની કુનેહથી ને સચ્ચાઈથી એ પદવીને પણ પૂરી શાભાવી શક્યો ને અંતે આત્માનું કલ્યાણ કરવા નિવૃત્તિ પરાયણ થ.
જ્યારે આવા પુરુષો ઉપદેશ દે, ત્યારે લોકોને અસર થાય એમાં નવાઈ નથી. એ એકજ ઉપદેશ આપતેઃ અણદીધું કેઈનું યે નહિ. વ્યાપાર ઉદ્યોગમાં પણ પૂરેપૂરું પ્રામાણિકપણું જાળ. વેપારમાં પ્રામાણિકપણું ચાલી શકે નહિ એ તદન ભ્રમ છે. એક વખત તમને આ વસ્તુને રંગ લાગશે એટલે આપે આપ આગળ વધી શકાશે. ધનદત્ત આ રીતે અસ્તેય યાને અદત્તાદાન વિરમણવ્રતના પાઠ લેકેને પઢાવ્યા ને સારા રસ્તે ચઢાવ્યા.
અસ્તેયને મહિમા અનેરો છે.
છલુરાની ગુફામંદિર જગત ભરનાં આ અદ્વિતીય ગુફામંદિરને, તથા હૈદ્ધ શૈવ અને જૈનેના ઈતિહાસ તથા મૂર્તિવિધાનને પૂરેપૂરે ખ્યાલ આપતું સચિત્ર પુસ્તક આજ લેખકના હાથે લખાઈ બહાર પડ્યું છે. પ્રસ્તાવના લેખક શ્રીયુત નાનાલાલ ચમનલાલ મહેતા આઈ. સી. એસ. કિસ્મત આઠ આના. જરૂર મંગાવીને વાંચે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com