________________
૧૨
દિવસ તે ધનદત્તની દુકાન પાસેથી પસાર થયેા ને પાતાની હીરાની વીંટી પાડી દીધી. તે ધનદત્તના જોવામાં આવી એટલે તેણે ખૂમ મારીઃ એ ભાઈ ! તમારી વીંટી પડી ગઇ !' પેલા ભાઇ દેખાવ કરી પાછા ફર્યાં ને વીંટી ઉપાડી લીધી. ખાટા ખાટા ઉપકાર માન્યા. વળી બીજા કાઇ પ્રસંગે તે દુકાને આવ્યા ને ઘણીજ કિમ્મતી વીંટી તેના ગલામાં સેરવી દીધી. પછી તે પસાર થઈ ગયા. અહીં કાંઇ કામ પડયુ' એટલે ધનદત્તે ગલ્લા ઉદ્યાડયા. અંદર કિસ્મતી વીંટી જોઇ તે વિચારમાં પડયા કે આ વીંટી કયાંથી આવી હશે ? લાવ ગામને જાણ કરૂં કે જેની વીંટી ખેાવાતી હાય તે ખાતરી આપી લઈ જાય. એ વખતે પાસે એક મિત્ર બેઠા હતા તે મેલ્યા: ધનદત્ત ! આમ લક્ષ્મી ચાંલ્લે કરવા આવી છેત્યારે શા માટે મ્હાં ધાવા જાય છે? માટે વીંટી છાનામાના રાખી લે. ધનદત્ત કહે, “મારે અણુદીધેલી વસ્તુ નહિ લેવાની પ્રતિજ્ઞા છે. કોઈ પણ કારણે એવી વસ્તુ મારાથી ન રખાય.” મિત્ર કહે, “તા મને આપી દે. એક તા તારા મિત્ર છું ને ઘરના ગરીબ છું એટલે તને ખુબ પુણ્ય થશે.” ધનદત્ત કહે, પણ જે વસ્તુ મારી નથી તેનું દાન કરવાના મને અધિકાર શું છે? દાન તે તેજ કહેવાય કે જે ન્યાયપૂર્વક મહેનત કરીને મેળવેલા ધનમાંથી સ્વપરહિતની બુદ્ધિથી અપાય. કાર્યની પડી ગયેલી, ખાવાઈ ગયેલી, વિસરાઇ ગએલી, થાપણ મૂકેલી, એવી વસ્તુઓ લેવી એ પણ ચારીજ છે. માટે એ કામ મારાથી નજ થાય.” “પણ એમાં દ્વેષ શું છે ?” પેલા મિત્ર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com