________________
૧૧
દિવસે મગાતું ગયું ને તેના દિવસેા ગણાવા લાગ્યા. એથી એણે પેાતાના પુત્ર ધનદત્તને પાસે બેલાવી શિખામણ દીધી કે બેટા ! તું એક પ્રતિજ્ઞા લે. ધનદત્ત કહે, “આપ આજ્ઞા કરે! તેવી પ્રતિજ્ઞા લેવા તૈયાર છું.” વસુદત્તે કહ્યું કે અણદીધેલી વસ્તુ કાઇની લેવી નહિ. શાસ્ત્રમાં એને અદત્તાદાન વિરમણવ્રત કહે છે. આ નિયમની મહત્તા નહિ સમજનાર આ લેક ને પરલેકમાં દુ:ખી થાય છે. તુ મારી હાલત તા નજરે જુએ છે એટલે વિશેષ શું કહું ? ધનદત્ત પિતાના કહેવા પ્રમાણે પ્રતિજ્ઞા લીધી. થોડા વખતમાં વસુદત્ત મરણ પામ્યા. ધનદત્ત તેની ઉત્તરક્રિયા કરી ને તેના સ્મરણમાં એક નાના સરખા ચેાતરા બધાન્યેા. તેમાં તેનું નામ, મરવાની તિથિ વગેરે લખ્યું.
ધનદત્તે થેાડા વખતમાં પેાતાના પ્રમાણિકપણાથી નામ કાઢયું. તેની દુકાને કાઇ નાના આવે કે માટો આવે પણ સરખાજ ભાવ, કાઈને આછું આપે નહિ, ફાઇનું વધારે લે નિહ. માલમાં સેળભેળ કરે નહિ, કાઈને જીભાન આપે એટલે તેજ પ્રમાણે વર્તે. આ કારણેાથી તેની દુકાને સહુ કરતાં વધારે ઘરાકેા આવવા લાગ્યા ને ઘેાડા વખતમાં તેને ખુબ પૈસા મળ્યા.
ખીજા વેપારીએ આ જોઈ ઈર્ષ્યા કરવા લાગ્યોઃ આપણી દુકાને ઘરાક નહિ ને બધા આને ત્યાંજ કેમ જાય છે ! તેઓએ એમ વિચાર ન કર્યો કે આપણે લેાકાને છેતરીએ માટે લેાકેાના આપણાપર વિશ્વાસ નથી. એમાંના એકે ધનદત્તને સપડાવવા માજી જેલી. એક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com