________________
શેઠ! શાબાશ. તારા જે સત્યવાદી મેં કઈ જ નહિ. નથી તને ધનને લેભ કે નથી તેને પુત્રની પરવા. કેવળ સત્યની ખાતરજ તું જીવતે હોય એમ લાગે છે.” એમ કહી નગરશેઠની પાઘડી તેને બંધાવી. આણી બાજુ વિમળને રાજાએ કહ્યું કે અરે જુઠા ! ધિક્કાર છે તને. તારા જેવાની જીભ જરૂર છેવી જોઈએ. પણ તું કમળશેઠને પુત્ર છે એટલે તને જવા દઉં છું.
સાગર કમળશેઠની આટલી સત્યપ્રિયતા જોઈ ખુશ થઈ ગયે ને વિમળની લીધેલી બધી મિલકત ભેટ કરી. સાગરની અપૂર્વ બુદ્ધિ જોઈ રાજાએ તેને મુખ્ય પ્રધાન તરીકે પસંદ કર્યો. સભા આખી બેલી ઉઠી.
સત્યવાદીને જય હે ! સત્યને જય હે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com