________________
૧૭.
એટલે તેને નીચે ફેંકી દીધો છે અને પાછળ કોઈ માણસનાં પગલાં છે એટલે ગાડાની પાછળ કઈ માણસ ચાલતા હશે. તેની આગળ લાકડી હશે ને તે માગી હશે પણ તેણે હાથે હાથ નહિ આપતાં નીચે નાંખી છે. વળી ત્યાં જ છેડા પાણીના છાંટા પડેલા છે એટલે તેને છાંટીને લીધેલી જણાય છે. જે લાકડી આપનાર ચંડાળ હોય તેજ લાકડી છાંટીને લેવાની જરૂર રહે. માટે મેં ગાડાની પાછળ ચંડાળ ચાલે છે એમ અનુમાન કર્યું. એ લાકડીને લીસોટાને ગાડાના ચીલાની વચ્ચે થેડી ડી માંખીઓ પરૂ પર બમણતી હતી એટલે ધાર્યું કે તે સારથિ રક્ત પિત્તવાળો કેઢિયે હશે. ગાડાની પાછળ ચંડાળનાં પગલાં હતાં તેની પાછળ બીજાં પગલાં પણ જણાતાં હતાં તે પગલાં સ્ત્રીનાં હતાં. તેમાં બધી રેખાઓ સ્પષ્ટ પદ્ધ હતી એટલે તે ઉઘાડા પગે જાય છે એમ અનુમાન કર્યું ને રેખાઓ ઉચ્ચ પ્રકારની હોવાથી તે બાઈ લક્ષણવંતી કઈ વાણીઆની વહુ છે એમ જાયું. વળી તેમાં કેટલાંક પગલાં ઉંધાં હતાં તેથી તે બાઈ ઉભી રહીને પાછળ જોતી હોય એવું અનુમાન કર્યું. ચેડા થોડા અંતરે એવા પગલાં હતાં તેથી જરૂર તે પાછળ કેઈ આવે છે કે નહિ તે જોવાને ભતી હશે, એમ ધાર્યું. રીસાયેલી સ્ત્રી સિવાય આવી વાત સામાન્ય રીતે સંભવે નહિ અને રીસાયેલી સ્ત્રી પીયર જાય, એમ માની તે સ્ત્રી રીસાઈને પીયર જાય છે એમ કહ્યું, જે સ્ત્રી ખુબ રીસાઈ હેય તે પીયર પણ ન જાય ને આપઘાત કરે પણ આતો પિયેર જાય છે માટે નક્કી ગર્ભવતી હશે. આગળ જતાં તે બાઈ મળત્યાગ કરવા બેઠેલી હતી, ત્યાંથી જમણા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com