________________
થયું. તે વંદન કરી બેલ્ય: પ્રત્યે ! આપ હંમેશાં રાજઆ સભામાં પધારી આપના દર્શનનો લાભ આપી મને કૃતાર્થ કરે.
વર્તમાન જગ, રાજન ! ” આશ્ચાર્યશ્રીએ જવાબ આપે ને આગળ ચાલ્યા. - શ્રી હેમચંદ્રાચાર્ય જૈનશાસનને ઉદ્ધાર કરવાની મહાભાવના સેવી રહ્યા હતા. આ ભાવના રાખવી સહેલ છે પણ તેને અમલ કરવો ઘણેજ મુશ્કેલ છે. કેવી રીતે એ કાર્ય કરવું તે અતુલ બુદ્ધિશાળી આ મહાપુરૂષને માટે અઘરું ન હતું. સિદ્ધરાજના મેળાપને લાભ લઈ તેના મનમાં જૈન ધર્મ વિષે ગૌરવ ઉત્પન્ન કરવું તેમને જરૂરી લાગ્યું ને તેથી તેની સભામાં જઈ અદ્ભુત કુશળતાથી ઉપદેશ આપવા લાગ્યા. અન્ય વિદ્વાનો એમની આ ઉપદેશ આપવાની છટાથી તથા વિદ્વતાથી મહેમાં આંગળી નાંખવા લાગ્યા. સિદ્ધરાજ તેમના આ સહવાસથી ખૂબ રાજી થયે ને તેમને પોતાના ગુરુ ગણવા લાગ્યો.
: ૪ : હેમચંદ્રાચાર્ય મહાન ઉપદેશક ને વિદ્વાન હતા એટલું જ નહિ પણ સમવાદી પણ હતા. ભલભલા વાદીઓ તેમની પાસે હાર ખાઈ ગયા હતા.
એક વખત રાજસભા ભરીને સિદ્ધરાજ બેઠા છે. એક બાજુ હેમચંદ્રાચાર્ય પોતાના શિષ્યો સાથે આસનપર બેઠા છે. બીજી બાજુ મેટા મોટા પંડિતે બેઠા છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com