________________
૧૩
તેથી છલકાય છે. તે કાઢીયેા છે. તેના શરીરમાંથી રક્તપિત્ત વહે છે, જે બળદ જોતર્યાં છે, તેમાં જમણે પાસે જે મળદ છે તે ગળીયેા છે. વળી ડાબે પગે ખાડા છે અને તે ડાબી આંખે કાણા છે. તેની પાછળ ચંડાલ ચાલે છે. વળી તે ગાડાની પછવાડે કેાઈકની વહુ રિસાઈને આવે છે. તેના ડાબે પગે ઉત્તમ રેખાઓ છે. પગે જોડા નથી. તેના શરીર ઉપર ઘણાં આભરણ છે. તે સ્ત્રી કોઇ વાણીયાની છે. વળી ગર્ભવતી છે ને પ્રસવને ઘેાડીજ વાર છે. તે સ્ત્રી પુત્રને પ્રસવશે, તેના શરીરે કકુના રંગ છે. ચાટલા ખલના ફૂલે ઝુમ્યેા છે. ફૂલ વેણીમાં ગુથ્યાં છે. તે બહુ મુલ્યવાળાં છે અને તે સ્રીનું પહેરવાનું વસ્ત્ર કસુંબી નવું રડ્યું છે. વળી તે ગાડામાં બેઠી નથી. સાગરના મુખથી આ વાત સાંભળીને વિમળે કહ્યું કે વાહ, ગાડી વાહ ! ટાઢા પહેારનું તે ઠીક હાંકયું હા ! એ બધું તું જાણી શકે ?
કયાંથી
સાગરે કહ્યું, કલ્પાંતે પણ હું અસત્ય ખેલું નહિ. સદા સાચું ખેલવું એવા મારે નિયમ છે, જે તને સાચુ ન લાગતું હોય તે આગળ ગાઢું જાય છે, તે જોઇ આવ. આ વસ્તુ તદ્દન અશકય છે તેમ વિચારી વિળે કહ્યું કે આ વસ્તુ ખાટી હોય તે તું તારાં બધાં કરિયાણાં ને ધન મને આપવાને કબુલ કરે છે? સાગરે કહ્યું કે હા. પણ મારૂં કહેવું સાચું પડે તે તારે બધાં કરિયાણાં આપી દેવાનું કબુલ છે?“કબુલ, કબુલ,” વિમળે શરત સ્વીકારી. પછી કમળ શેઠને આ શરતના સાક્ષી રાખ્યા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com