________________
૧૨
વવું ઠગાઈ નથી. હવે તારો દુરાગ્રહ મૂકી સરળ સ્વભાવને થા.
એક વખત વિમળ શેઠે ઘણું કરિયાણાં ભર્યા ને પરદેશ જવા નીકળે. ફરતાં ફરતાં તે દૂર મલય પાટણમાં ગયે. ત્યાં બધાં કરિયાણું વેચ્યાં ને હજારો રૂપીયા પ્રાપ્ત કર્યા. પછી વધારે લાભને માટે ત્યાંથી પણ કરિયાણું ભર્યો ને પિતાના નગર તરફ પાછો વળે. ચોમાસાના દિવસો ચાલતા હતા. બધા રસ્તાઓ કાદવવાળા થઈ ગયા હતા. વિમળશેઠે એક ઠેકાણે છાવણું નાંખી. ત્યાંથી આગળ જવાય તેમ ન હતું. બીજે એનાજ ગામને રહેવાસી સાગર નામને શેઠ પણ ઘણું ધન કમાઈ આવી પહોંચ્યો. એક બીજાએ એક બીજાને ઓળખ્યા. વિમળે તેને ત્યાં રાક. પછી ચોમાસુ પસાર થતાં અહીંથી પણ દ્રવ્ય ઉત્પન્ન કરી બંને જણ પિતાના ધન અને કરિયાણું લઈ પિતાના નગર સમીપ આવી પહોંચ્યા. કમળશેઠ પિતાને પુત્ર આવે છે એમ જાણી સામે ગયે. પુત્રના ક્ષેમકુશળ પૂછયા અને ત્રણે જણ નગર ભણી ચાલવા લાગ્યા. રસ્તામાં સાગરે વિમળને કહ્યું કે હે મિત્ર, વિના જોયેલું ને વિના સાંભળેલું કાંઈક હું તને કહું તે સાંભળ. જે અહીંથી એક કેરીનું ભરેલુ ગાડું હળવે હળવે ચાલ્યું જાય છે. તેને સારથિ બ્રાહ્મણ છે. તેની પાસે પાણીને ઘડે છે. તે ગાડાની પાછળ લાકડીમાં ભરાવ્યો છે. વળી પાણી ખુબ હિલોળે ચડયું છે :
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com