________________
ક્રમળશેઠ કહે, અમે અમારી આંખે દુનિયામાં જોયું છે કે જે કુડકપટ કરીને, જુઠાણાં ચલાવીને, નિર્દોષને રેસીને પૈસા મેળવે છે તેની પાયમાલી થાય છે. કાં ત એ ધન ચારથી લુંટાય છે, આગમાં જાય છે કે રાજા પડાવી લે છે, પણ એ સિવાય ખીજું કાંઈ બનતું નથી. વળી જુઠાણા કરનારના લેાકેામાંથી ઈંતખાર ઉઠી જાય છે, ક્રાઈ તેનું એલ્યું માનતું નથી. સહુ જુઠા કહીને એના નામ પર થુકે છે, અને એના આત્માની અધગતી થાય છે. માટે કહું છું કે એનું પરિણામ દુઃખ છે.
વિમળને તેા કાળમીંઢ પત્થરની જેમ આ શિખામણ રૂપ પાણીની કાંઇ અસર થઇ નહિ. કમળશેઠ જ્યારે જ્યારે તક મળે ત્યારે આ પ્રમાણે પેાતાના પુત્ર વિમળને સમજાવતા હતા.
એક વખત શેઠે કહ્યું: વિમળ ! તું તે શું તારા છે! એક મહા ધુતારા હતા ને દુનિયા આખીને ઠગતા હતા. પણ તેનેય પરિણામે તા ભય કર દુઃખ સહન કરવું પડયુ. તે તું શું એમ ધારે છે કે તારે એવું પરિણામ નહ ભેગવવું પડે?
વિમળ કરે, એ ઠગની શુ વાત છે ? સાગર શેઠ કહે, ધ્યાનપૂર્વક સાંભળઃ
“ શારીપુર નગરમાં એક મેાટા ધુતારા આવ્યો. શાહુકારના ભપકાબંધ કપડાં પહેરી તે એક વાણીઆની દુકાને
ગયા. ત્યાંથી આટા, દાળ, ભાત ને ત્રીજા મશાલા લીધા. વાણીઆએ પૈસા માંગ્યા ત્યારે ખીસ્સામાં હાથ નાંખી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com