________________
વ્હાલથી માથે હાથ ફેરવવા લાગ્યા. ચાંગા પણ પિતાને જોઈ રાજી થયેા.
ભાજનના સમય થતાં ઉદ્દયન મંત્રીએ ચાચીંગ શેઠને બહુ ભાવપૂર્વક જમાડયા. પાનસેાપારી ખાતાં ખાતાં ઉદયને વાત છેડી: શેઠજી! આપ તે અહુ ભાગ્યશાળી છે. કે આપને ત્યાં આવા ઉત્તમ પુત્રરત્નના જન્મ થયેા છે.
• આહ ! તેથીજ મારા પુત્રને ઉઠાવી લાવ્યા છે ખરૂંને ?’ ચાચીંગ શેઠે કટાક્ષમાં કહ્યુ.
અરે શેઠજી એવું શું ખેલે છે!! આપનાં પત્નીએ સ્વહસ્તે ચાંગાનું દાન કર્યું છે. તમારે આપેલું દાન પાછું લેવું હોય તેા તમે જાણા. શાસ્ત્રમાં તા કહ્યું છે કે કન્યા એક વખત અપાય, સત્પુરૂષનું વચન એક વખત અપાય અને દાન પણુ એક વખત અપાય. વળી તમારા ચાંગા તે આખા સમાજના ઉદ્ધાર કરશે. હજારો મનુષ્ય તેના ચરણમાં મસ્તક નમાવશે. ગુરુદેવ કહે છે કે તેનું ભાગ્ય જખરૂં છે.'
આ શબ્દો સાંભળી ધીમે ધીમે ચાચીંગ શેઠ પીગળવા લાગ્યા. તેમના ક્રોધ નરમ પડયા. તેમના ઉભરા શમવા લાગ્યા. તેમણે વિચાર કર્યો કે આપેલા પુત્ર પા લેવા હવે કાઈ રીતે ચેગ્ય નથી. ભલે તે દીક્ષા લઈ જૈનશાસનનું નામ ઉજ્જવળ કરે. આમ વિચારી ગુરુપાસે જઈ તેમણે સ્વહસ્તે પુત્ર અર્પણ કર્યો. ખાદ ગુરુએ તેને ધામધૂમપૂર્ણાંક દીક્ષા આપી પંચ મહાવ્રત ઉચ્ચરાવ્યાં અને સામચદ્ર નામ પાડયું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com