________________
ગુરુએ બાળકને પૂછયું: તું મારો શિષ્ય થઈશ?
હા હા. હું થઈશ” ચાંગદેવે હસતાં હસતાં જવાબ આપે.
કેટલાક દિવસ પછી ગુરુએ ચાંગદેવને લઈ વિહાર કર્યો ને ખંભાત ગયા. ત્યાં ઉદયન મંત્રીને ઘેર તેના બાળકોની સાથે ચાંગદેવને રાખે. ત્યાં તેનું સારી રીતે લાલન પાલન થવા લાગ્યું.
: ૨ : ચાચીંગ શેઠ ઘેર આવ્યા ત્યારે તેમને ખબર પડી કે સ્ત્રીએ પિતાના પુત્રનું દાન કરી દીધું છે. આથી તેને ખૂબ ક્રોધ ચડશે. તે પોતાની સ્ત્રી ઉપર ખીજાયે. તેણે પ્રતિજ્ઞા કરી કે ચાંગાનું મુખ ન દેખું ત્યાં સુધી મારે અન્નજળનો ત્યાગ છે. આવી પ્રતિજ્ઞા કરી તે ખંભાત પહોંચે. ગુરુના ઉપાશ્રયે તે ક્રોધભર્યો આવ્યો. જેવા તેવા નમસ્કાર કરી તે બેભે આચાર્ય મહારાજ ! મારે ચાળો કયાં છે? આચાર્ય મહારાજ સમયના જાણ હતા. એ સમજી ગયા કે ચાચીંગ શેઠ પુત્રપ્રેમથી છેડા છે એટલે તેમણે કહ્યું: ઉદયન મંત્રી! ચાચીંગશેઠને ચાંગદેવ સુપ્રત કરે.
ઉદયન મંત્રી ચાચીંગને લઈ પિતાને ઘેર આવ્યા ને ભારે આગતાસ્વાગતા કરી. ચાંગદેવને ચાચીંગના ખોળામાં બેસાડો. પુત્રનું મેટું જોઈ પિતાની આંખમાં આનંદનાં આંસુ આવ્યાં ને એકદમ છાતી સરસો ચાંપી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com