________________
ગુરુદેવ! આ સર્વ આપનું જ છે. જે ચીજની જરૂર હોય તેને માટે આજ્ઞા ફરમાવે.
આચાર્ય કહે, દેવી! અમારે નથી જોઈતું ધનધાન્ય કે નથી જોઇતે પૈસે ટકે. અમારે જોઈએ છે તમારું પુત્રરત્ન-તમારે વહાલે ચાંગે. ભવિષ્યમાં એ મહાન આચાર્ય થઈ જૈનશાસનને ઉદ્યોત કરશે. કહો, સમાજના ઉદ્ધાર અર્થે, માનવજીના કલ્યાણ અર્થે તમારા બુદ્ધિમાન પુત્રનું દાન કરી શકશે?
નવીન તરેહની ભિક્ષાની માગણથી પાહિણું જરા વિસ્મય તે પામી પણ વિચારવા લાગી કે સમસ્ત સંઘ મારે આંગણે પધારી મારા પુત્રની માગ કરે છે તે પાછી કેમ ઠેલાય? તેણે કહ્યું: ગુરુદેવ ! વિશ્વના ભલા માટે પુત્રનું દાન કરવામાં મને હરક્ત નથી. પણ એના પિતા બહારગામ ગયેલ છે તેમને આવવા દે.
આચાર્યશ્રીની સાથે આવેલા વેપારીઓ બોલ્યા: પાહિણી દેવી! તમારા પતિને અમે મનાવી લઈશું. તેમની રજા સિવાય આચાર્યશ્રી ચાંગદેવને દીક્ષા નહિ આપે એ ખાત્રી રાખજે. પણ તમે રાજીખુશીથી ગુરુએ માગેલી ભિક્ષા આપો. ધનભાગ્ય છે તમારાં કે આવું પુત્રરત્ન તમારી કુખે પાકયું છે.
આ સાંભળી પાહિણીએ ચાંગદેવને ગુરુચરણે ધયે. પુત્રથી છુટા પડતાં તેને ઘણું લાગી આવ્યું. તેની આંખમાં અશ્ર ઉભરાવા લાગ્યાં. ખરેખર પુત્રથી વિખુટા પડતાં લાગણી કોને ન થાય? પણ સમાજકલ્યાણની ભાવનાથી પ્રેરાઈ પાહિણીએ સર્વ દુઃખ અંતરમાં સમાવી દીધું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com