________________
ય શ્રીએ ઉપાશ્રયમાં દાખલ થતાં આ શબ્દો સાંભળ્યા. તેમને નવાઇ લાગી કે મારી ગેરહાજરીમાં ત્રીજા ગુરુ વળી કાણ આવ્યા ! અંદર આવીને જુએ તે એક સુંદર બાળક પેાતાના આસન ઉપર બેઠેલા છે. તેની આકૃતિ સન્ય છે. લક્ષણૢા ઘણાં ઊંચાં છે. તે વિચારવા લાગ્યા કે જો આ બાળક ક્ષત્રિય કુળના હશે તા જરૂર ચક્રવતી રાજા થશે, જો વાણીઆ બ્રાહ્મણના કુળનેા હશે તેા ચકવતી રાજાને પણ આજ્ઞામાં રાખે તેવા મહા પ્રધાન થશે, અને જો એ સાધુ થશે તેા મહાન પ્રભાવક થઈ જગતનું કલ્યાણ કરશે.
'
બીજે દિવસે કેટલાક વેપારીઓને લઇ દેવચંદ્રસૂરિ ચાંગદેવને ઘેર ગયા. તેના પિતા ચાચીંગ શેઠે તે એ વખતે પરગામ ગયેલા હતા. પણ તેની માતા પાહિણી ઘેર હતી. તે ઘણીજ વિવેકી અને વિચક્ષણ હતી. ગુરુ મહારાજને પાતાને ત્યાં પધારેલા જાણી તેને ખૂબ આનંદ થયા. સવના ચાગ્ય આદર સત્કાર કરી તેણે આસન આપ્યુ. પછી એ હાથ જોડી તે કહેવા લાગી: અહા ! આજે મારે સાનાના સુરજ ઉગ્યા કે ગુરુદેવનાં મુજ રંકને ઘેર પગલાં થયાં. મુજ ગરીમની ઝુંપડી આજે પાવન થઈ. ગુરુજી, કહા કહા શી આજ્ઞા છે?
આચાર્ય મેલ્યા: દેવી ! અમે ત્યાગીઓએ તા ભિક્ષાના અંચળ! એઢેલા છે. આજે તમારી પાસેથી એક અનેાખી વસ્તુની ભિક્ષા માગવા આવ્યા છીએ. કહેા ભિક્ષા આપશે કે ભિક્ષુકને ખાલી હાથે પાછા કાઢશે। ? પાહિણી મેલી: અહા ! ધન્ય દિવસ ! ધન્ય ઘડી !
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com