________________
જગદ્ગુરુ હેમચંદ્રાચાય
: ૧ ઃ
અહા ! કોણ એવા હશે જેણે કલિકાલસર્વજ્ઞ ભગવાન હેમચંદ્રાચાર્ય નું પવિત્ર નામ નહિ સાંભળ્યું હોય ! એ મહાન ચેાગીરાજ, મહાન્ તત્ત્વજ્ઞ, મહાન્ તેજસ્વી ત્યાગમૂર્તિને વંદન હૈ !
શ્રી હેમચંદ્રાચાર્ય ના જન્મ આજથી લગભગ નવસા વર્ષો પૂર્વે ધંધુકામાં થયા હતા. તેમના પિતાનું નામ ચાચીંગ શેઠ હતુ અને માતાનું નામ પાહિણીદેવી હતું. અને ધર્માંકામાં પ્રીતિવાળાં અને ન્યાયનીતિથી ચાલનારાં હતાં. લક્ષ્મીદેવીની પણ તેમના ઉપર સારી મહેર હતી. હેમચંદ્રાચાર્યનું મૂળ નામ હતું ચાંગદેવ.
ચાંગદેવ નાનપણથીજ ખૂબ ચાલાક હતા. તેની ચપળ આંખા, નમણું નાક અને ભવ્ય લલાટ જોઇ સૌ કોઇને લાગતું કે ભવિષ્યમાં એ નામ કાઢશે.
એક દિવસ શ્રી દેવચંદ્ર નામના મહાન આચાર્ય ધંધુકે પધાર્યા. તેમનાં દન કરવા શ્રદ્ધાળુ ભકતા આવવા લાગ્યા. ચાંગદેવની માતા પાહિણી પણ પાતાના પુત્રને લઇ ગુરુવંદન માટે ઉપાશ્રયે આવી. આચાર્ય મહારાજ એ વખતે મદિરે ગયા હતા. તેમના આવવાની સા રાહુ જોવા લાગ્યા. તેવામાં આઠ વર્ષના આળક ચાંગદેવ રમતા રમતા ગુરુના આસન ઉપર ચઢી બેઠા, અને પેાતાના અરાખરીઆ મિત્રાને કહેવા લાગ્યા: હું તમારા ગુરુ છું. તમે મને વંદન કરેા. મંદિરમાંથી પાછા ફરેલા આચા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com