________________
૧૪
પછી રિખળે રાજાને આવી પહોંચ્યાના સમાચાર કહેવડાવ્યા. રાજા એ સાંભળી ખેદ પામ્યા. છતાં મહારથી ડાળ કરી તેનું સામૈયું કર્યું ને બધી વાત પૂછી. હરખળે પણ ચાલાકીથી બધી વાત ગેાઠવી ને કહી કે રાજા વિભીષણે મારા સાહસથી રાજી થઈ આ પેાતાની પુત્રી પરણાવી છે. અને પાતે કહેવરાવ્યું છે કે લગ્નના દિવસ હશે તે જ વખતે હું આવીશ.' તમારા સદેશેા મળ્યા છે એની નિશાનીમાં આ તલવાર માકલી છે. રાજાએ તલવાર જોઈ એ વાત સાચી માની ને તેને કેટલીક ભેટ આપી.
હજી રાજાનું મન વસંતશ્રી પર એવું ને એવું લાગ્યું છે એટલે હેરિબળને યમધામમાં પહોંચાડવાના વિચારથી કાંઈક કામે બહાર મેાકલ્યા ને રાત્રે તેના ઘેર ગયા. વસંતશ્રીએ તેને મુખ ખુબ સમજાવ્યે છતાં તે જુલ્મ કરવા તૈયાર થયા. ત્યારે વસંતશ્રીએ લટ્ટુ ખનેલા રાજાના મ્હોપર એક જોરથી મુક્કી મારી દાંતની મત્રીસી પાડી દીધી ને તેની સાન ઠેકાણે આણી.
રાજાને એ પછી પેાતાના કામના પસ્તાવા થયા ને પ્રધાનને સાચા રસ્તા નહિ ખતાવવા માટે સખત શિક્ષા કરી. તેનું મન વિલાસમાંથી એકદમ પાછું પડ્યું.
હરિબળ જેવા મિત્રને આપેલા કના વિચાર કરતાં તેને કમકમાટી આવી ને તેના બદલે વાળવા પુત્રો, રત્ન તથા રાજ્ય તેના ચરણે ધર્યેા. પેાતે નિવૃત્તિના રસ્તા લઈ આત્મકલ્યાણ કર્યું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com