________________
વચન સાંભળી મુંગી રહી, કઈ પણ જાતને જવાબ આપ્યો નહિ. રાજાએ એમ માન્યું કે એણે ઇન્કાર ન કર્યો એટલે મારું કહેવું સ્વીકાર્યું છે. એથી એક રાત્રિએ તે હરિબળના મકાન પર આવ્યો.
વસંતશ્રીએ તેને જણાવ્યું. એક માસના વાયરે મારા સ્વામી ગયા છે તે મહિને પૂરો થવા દે. પછી હું તમારીજ છું. રાજાએ જાણ્યું કે મહિને પૂરો થયે એ ક્યાંથી આવવાને છે? એટલે તે વાત સ્વીકારી.
: ૫ :
આજે સ્વામીનાથને ગયે મહિને બરાબર પૂરે થયો. તે નહિ આવે તે શું કરીશ? દુષ્ઠરાજા નક્કી મારું શિયળ લૂંટવા પ્રયત્ન કરશે.” સખીને એને ઉપાય પૂછતી વસંતશ્રી બેલી. તે જ ક્ષણે કઈ પુરૂષ ત્યાં દાખલ થયો. એ જ વસંતશ્રીને પ્રિયતમ હરિબળ હતે. વસંતશ્રી એને જોતાં જ ઘેલી થઈ ગઈ. હરિબળ પણ ખુબ આનંદ પામે ને બનેલી બધી વાત કહી.
ત્યારે કુસુમથી છે ક્યાં?” વસંતશ્રીએ અધીરાઈથી પૂછયું, હરિબળ કહે, “નગર બહારના ઉદ્યાનમાં.” “બિચારી અજાણુને ત્યાં એકલી મૂકીને કેમ આવ્યા? વસંતશ્રીએ પ્રશ્ન કર્યો. હરિબળે જરા વિદથી જવાબ આપેઃ ગૃહદેવીની રજા સિવાય ગૃહમાં કાંઈ કોઈ નવીન દાખલ કરાય! વસંતશ્રી કહે, “ઝટ તેને લઈ આવે.” એમ કહી અને જણ કુસુમશ્રી હતી ત્યાં આવ્યાં.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com