________________
૧૫
વસંતશ્રીના નાસી જવાથી તેના માતાપિતાને ખુબ ખેદ થયા હતા. તે દેશ પરદેશ પિતાની પુત્રીની તપાસ કરાવતા હતા. કેટલાક વખતે તેમણે વસંતશ્રી તથા હરિ બળની વાત સાંભળી. તેમણે બહુ માનપૂર્વક હરિબળને તેડા. હરિબળનું પરાક્રમ, સાહસ ને બીજા ગુણે જોઈ પિતાના પુત્રસમ ગણ્ય ને છેવટે રાજ આપ્યું. અહીં હરિબળે પિતાની કુભારજા સ્ત્રીને સંભારી ને ખુબ શિખામણ આપી. તથા સારી રીતે રહેતાં શીખવ્યું.
હરિબળ પિતાના જીવનની બધી ચડતીનું મૂળ એક નાનું સરખું વ્રત છે એ કદી ભૂલ્યો ન હતો. તે હંમેશાં મનમાં બેલતે ધન્ય અહિંસા ! તારા સહેજ પાલનથી મને આટઆટલું મળ્યું તે જે મહાત્માએ પૂરેપૂરી અહિંસા પાળે છે તેને કેટલે લાભ થતું હશે! અહીં તેને સંત-સમાગમ પણ વધતે ગયે. ધીમે ધીમે તે ધર્મનું સ્વરૂપ પૂરેપૂરું સમજ્યો ને જે અહિંસાનું પૂરેપૂરું પાલન કરવા ઈચ્છતો હતો તે ક્ષણે આવી પહોંચી. તે વખતે પિતાના વડિલ પુત્રને રાજ્ય આપી ત્રણે રાણીઓ સાથે પાંચ મહાવ્રત અંગીકાર કર્યા. પછી તપ ને સંયમનું આરાધન કરતાં તે નિર્વાણ પામે.
આજે પણ એ હરિબળ માછીનું નામ જૈન શાસ્ત્રોમાં અહિંસાના પાલન માટે ગવાઈ રહ્યું છે.
અહિંસાને જય હો, અહિંસકને જય હે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com