________________
સતી નંદયંતી
૧૯
કુલપતિજી પાતે પધાર્યા. નદયંતીએ તેમને પ્રણામ કર્યાં. કુલપતિજી આશિર્વાદ આપતાં બોલ્યાઃ પુત્રી ! આ આશ્રમનું વાતાવરણ તે તને ગમશેને ?
નદયતી કહે : ગુરૂદેવ ! આ વાતાવરણની શી વાત કરૂ? આ મુખે કહેવું અશકય છે. શાસ્ત્રામાં સાંભળેલા ધર્મ અહીં આચરણમાં જોવાય છે. તેને પ્રભાવ પ્રત્યક્ષ અનુભવાય છે. ગુરૂદેવ ! થાડા વખતમાં મારા મનના સંતાપ દૂર થયા છે.
કુલપતિ કહેઃ કાઈપણ સંસ્થાની પ્રથમ દર્શને પડેલી છાપ પરથી આકર્ષાવાની જરૂર નથી. અહીં નિયમન નથી છતાં નિયમન છે. સ્વતંત્રતાની સાથે સયમ છે. એટલે થાડા વધારે વખત અહીં રહી વાતાવરણથી પરિચિત થા.
નયતી કહે ઃ ગુરૂદેવ ! અહીંના વાતાવરણમાંજ પવિત્રતા ભરેલી દેખાય છે. આ સેવાશ્રમની દિક્ષા આપેા.
કુલપતિ કહે : પુત્રી ! ઉતાવળ ન કર. સાધુજીવનની—તપરવી જીવનની-દીક્ષા સહેલ નથી. સંસારના કડવા અનુભવ ઉપરથી ઉત્પન્ન થયેલા ક્ષણિક વૈરાગ્ય એ સચમી જીવનની લાયકાત નથી. એ લાયકાત મેળવવા સહુથી પહેલાં સયમ ને સેવાધર્મનુ પૂરતું જ્ઞાન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com