________________
=
સતી નંદયતી
૧૫ શ્વાસન લઈ નંદયંતીએ પિતાના મનને કાબુમાં રાખ્યું. હવે ગમે તે રીતે કોઈ સારા ઠેકાણે પહોંચી જવું જેથી પતિને સમાગમ થવા વખત આવે એવો વિચાર કરી તેણે એ ભરવાડણેની તથા ભરવાડેની રજા માગી. ભગવાન તમારું કલ્યાણ કરો. ભલા ભાઈઓ ! તમારો બદલે હું ક્યારે વાળી શકીશ ? હવે મને સારું થયું છે માટે તમારી રજા લઈશ,
એ સાંભળી ભરવાડોએ પ્રેમથી પ્રશ્ન કર્યો.
આપ ક્યાં જશો?" નદયંતી કહે, નિર્મદાજીના કિનારે કિનારે ચાલતી ભૃગુકચ્છ બંદરે જઈશ. મને હવે રજા આપ ને કોઈક થડે સુધી મૂક્વા આવો.” ભરવાડોનર્મદાજીના કિનારા સુધી નંદયંતીને મૂકી ગયા.
નર્મદાજીના કિનારાને રસ્તો ભયંકર ખડકેવાળો ને જંગલેથી ભરપૂર હતે. ભીલ લેકેને ત્યાં ભારે ભય હતો. નંદયંતી પણ ચાલતાં ચાલતાં ભીલ લેકેના હાથમાં સપડાઈ ગઈ. તેઓ એને પિતાના રાજા આગળ લઈ ગયા. એ દયાહીન રાજાએ આવી રૂપાળી સ્ત્રીને જોઈ દેવીને બળીદાન આપવાનું ઠરાવ્યું કે તેને એક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com