________________
ગુફામાં પુરી :
હવે કાંઈ બુચ
શરૂ કર્યું. એ
૧
સતી નંદયંતી ગુફામાં પુરી રાખી ઉપર સખત ચોકી પહેરો બેસાડ, નંદયંતીને લાગ્યું કે હવે કાંઈ બચવાની નથી એટલે એણે કલ્પાંત કરવાને બદલે ઇષ્ટદેવનું ભજન શરૂ કર્યું. એ વખતે એક ભીલને દયા આવી. તેણે નદયંતીને ગુફાના છપા માર્ગે આગળ લાવી છોડી મૂકી. પછી તે સિંહના પંઝામાંથી છૂટેલી હરણી જેમ નાસે તેમ નાસવા લાગી. તેને મેંમાં શ્વાસ માય નહિ, પગમાં કાંટા કાંકરા પેસી જાય ને લેહીની ધારે થાય. ફાટી ગયેલાં વસ્ત્ર પણ ઝરડામાં ભરાઈ વધારે ફાટે છતાં નંદયંતી તે દયાજ કરે. એમ કરતાં નિર્ભય જગાએ આવી ને નર્મદાજીના એક ખડક પર આરામ લેવા બેઠી.
એજ વખતે ભરૂચને રાજા પદ્મસિંહ પિતાના ચુનંદા સ્વાર સાથે મૃગયા રમવા નિકળ્યો હતો. તે ત્યાં આવી પહોંચ્યું. તેની નજરનંદયંતી પર પડી. જો કે તેનાં વસ વગેરે મેલાં ને ચીરાઈ ગયેલાં હતાં છતાં મુખ ઉપરથી તે કઈ કુળવાન સ્ત્રી છે એમ એણે પારખ્યું. તેણે પૂછ્યું; બહેન! તમે ક્યાં જાઓ છો?
ભાઈ ! મારું નસીબ લઈ જાય ત્યાં નંદયંતીએ દુઃખી હૃદયે જવાબ આપે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com