________________
--
=
=
૧૪
સતી નંદયંતી માન કર્યું. તેના હૃદયમાં કંઈક આશા આવી. એટલે તે જરા જોરથી ચાલવા લાગી. પણ હતભાગી આત્મા!
જ્યાં કર્મમાં વધારે દુઃખ સહન કરવાનું લખ્યું હોય ત્યાં તું સુખ જ્યાંથી પામી શકે ? તેને ઉતાવળે ચાલતાં ઠેકર વાગી ને મૃત્યુના જેવું હે ફાડીને ઉભેલી ખીણમાં ગબડી પડી.
નંદયંતીની જીવનદરી હજી તૂટી ન હતી. તે બેભાન અવસ્થામાં જ ઘાસ પર પડી હતી. એવામાં ત્યાં થઈને ભરવાડણે નીકળી. તેમણે નંદયંતીને જોઈને વિચાર કર્યો કે કઈક સારા ઘરનું માનવી લાગે
છે. માટે ચાલે એને નેહડામાં લઈ જઈએ. - પછી તે આ નંદયંતીને પિતાના નેહડામાં લઈ ગઈ. ત્યાં જંગલની કેઈક વનરપતિને રસ ચૂળતાં નંદયંતીને ભાન આવ્યું ને જ્યાં સુધી તે તદ્દન સારી થઈ ત્યાં સુધી ત્યાંજ રહી. ભરવાડણનાં ભાવભીનાં હૈયાં જઈ તેને શહેરીજીવન યાદ આવ્યું. એમાંયે ખોટી શંકાથી પ્રેરાઈને પિતાના માથે દુઃખનું વાદળ નાખનાર સાસુસસરા યાદ આવ્યાં. પણ કોઈને દોષ દેવાથી શું ? દોષ પિતાના કર્મને છે એમ આ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com