________________
ચાતી નંદયંતી
૧૧
ન હતે. ખરેખર ! ગર્જના કરતે ભયંકર વાઘ નંદયંતીના સામું જોઈ શાંત થઈ ગયે. મરતક નીચું નમાવી બીજે માર્ગે ચાલ્યા ગયે.નંદયંતી સમજી કે આ પ્રણામ મને નહિ પણ મારા શિયળને છે.
તે ચાલતાં ચાલતાં એક ઘટા આગળ આવી. ઘટાની બંને બાજુ ભયંકર ખડકેને ગુફાઓ હતી. ઉપલા ભાગમાં લીલી કુંજર ઝાડી હતી ને એક મીઠા પાણીનું ઝરણું ખળખળ કરતું વહી જતું હતું.
નંદયંતીએ એ મધુર પાણીથી પિતાની તરસ છીપાવી. પછી ઘડીભર આરામ લેવા ખડક પર બેઠી. પણ અહીં આરામ કે ? જાણે મૃત્યુ મોં ફાડીને જ ઉભું હોય તેવી આજુબાજુની ગુણઓ હતી.
મરણ વધારે દુઃખ આપશે એમ હવે નંદયંતીને લાગતું ન હતું. એથી હૈયું હેઠું થયું ને અનેક જાતના વિચાર કરવા લાગી. કર્મને અદ્ભુત ચમત્કાર કે છે. શીલને અજબ મહિમા કે છે! જગતના સંબંધ કેવા પ્રકારના છે! એમ વિચાર કરતાં તેને ઉંધ આવી ગઈ. અહીં પાસેની ગુફામાંથી સિંહ મનુષ્યની વાસથી બહાર નીકળે. એક ને બે છલંગે તે તે નંદયંતીની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com