________________
સતી નચંતી
ગર્ભ વતી છે ! હે ભગવાન ! કુળવાન કન્યામાં આ શે દોષ? અમે તે માનતા હતા કે નાગદત્ત શેઠની પુત્રીમાં કાંઇ વિચારવાનુંજ ન હેાય પણ તે માન્યતા ખોટી હરી! નકકી એણે દુરાચાર કર્યો છે માટે હવે કાઈ પણ ઉપાયે અને ધરમાંથી દૂર કરવી. સાગરપાત શેઠ કેવી રીતે કામ કરવું તેના વિચારમાં પડયા.
:૪ઃ
ચેાડા દિવસ પછી નયતીને સાસુ સસરાએ ભેાજનમાં ધેન આપ્યું ને રાત્રે પેાતાના એક વફાદાર સારથિને બાલાવી રથ જોડાવ્યા, નંયતીને તેમાં નાખીને વિધ્યાટવીના ધાર જંગલમાં મૂકી આવવાનું જણાવ્યું. સારથિ તા પેટના ગુલામ એટલે તેણે એ કામ બજાવ્યું. તે નયતીને ધાર જંગલમાં મૂકી પાછા ફર્યાં.
નયતી જ્યારે ભાનમાં આવી ત્યારે આજીખાજી જોવા લાગી, આ તે સ્વપ્ન છે કે સાચું તે વિચારવા લાગી. ધણા વખત સુધી તેને સમજ પડી નહિ. પછી આજુબાજુ ભયંકર નિર્જન વન જોઈ તેનું હૈયું હાય ન રહ્યું. ધ્રુસકે ને ધ્રુસકે રાઈ પડી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com