________________
સતી મંદયંતી
નામના વફાદાર દરવાને પાસે દ્વાર ઉઘડાવ્યાં. નંદયંતી અત્યારે શું કરતી હશે એ વિચારે તેણે જાળીયામાં ડકિયું કર્યું તે વિખરાયેલા વાળવાળી તે બિચારી રવામીનાથ ! રવામીનાથ ! બોલી રહી હતી. તેને કોઈ વાતે ચેન પડતું ન હતું એટલે થોડીવારે તે બેઠી થઈને પાસેના ઉપવનમાં ગઈ. એ વખતે ચાંદનીની શીતળતા ને નિર્મળતા ઝીલતાં બધાં વૃક્ષો પવિત્ર જણાતાં હતાં પણ નંદયંતીને એ કાંઈ આનંદ આપી શક્યાં નહિ. એક શિલાપર સૂવાનો તેણે પ્રયત્ન કર્યો પણ તે નિષ્ફળ ગયે તેના મનમાં પતિનો વિયોગ સાલ્યા કરતો હતો. થોડા વખતના સહવાસમાં તેણે જે પ્રેમ અનુભવ્યો હતો તે અલૈકિક હતા. તેના મધુર મરણે યાદ કરી તે ખુબ રડવા લાગી. એજ વખતે છુપાઇ રહેલ સમુદ્રદત્ત બહાર નીકળે ને તેને ભેટી પડે. એકાએક આમ થવાથી નંદયંતી ઘડીભર મુંઝવણમાં પડી ગઈ પણ પછીથી ઓળખતાં બેલી નાથે આપ અત્યારે કયાંથી? સમુદ્રદત્ત કહે, તને મળવાજ, હૃદય તમે મળવા અધીરું થયું ને મારાથી ન રહેવાયું નંદયંતી એ સાંભળી બેલી: નાથ તો મને કૃપા કરીને આપની સાથે લઈ જવને ! સમુદ્રદત્ત કહે નહિ, પ્રિયે! તેને માટે હા તારી તૈયારી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com