________________
૧૩
સાચું હતું ને વૈશાંબી થોડા જ દિવસમાં પડશે. જે એમ થાય તે મહાકામી રાજા અવંતિપતિ પોતાનું શિયળ ભ્રષ્ટ કરવાનું પણ જરૂર પ્રયત્ન કરશે. આથી વિચાર પૂર્વક કામ કરવાનો નિશ્ચય કર્યો. તેણે સુલેહને સફેદ વાવટે ચડાવ્યા ને મહારાજા અવંતિપતિની સાથે સંદેશા ચલાવ્યા. અવંતિપતિએ કહ્યું કે મારા અંત:પુરમાં આવવાનું કબુલ કરે એટલે બધું પતી જશે. મૃગાવતીએ કહેવરાવ્યું કે હવે હું ને ઉદયન તમારા જ શરણે છીએ. પરંતુ હાલમાં જ મારા પતિ ગુજરી ગયેલા હોવાથી બાર મહિના શોક પાળવું જોઈએ. પછી હું તૈયાર જ છું. જે એટલી ધીરજ પણ આપને ન હોયે તા પછી મારે આપઘાત કર્યો જ છુટકે છે. અવંતિપતિ કહે, “નહિ, નહિ, તમારી દરેક ઈચ્છા પૂર્ણ કરવા આ અવંતિપતિ તૈયાર છે. બાર માસ પછી તમને તેડવાને મોકલીશ.” અવંતિપતિનું લશ્કર પાછું ફર્ય. મૃગાવતીએ આ બાર માસમાં પોતાના નગરનો કિલે મજબુત કરી લીધો. અનાજ પાણીનો પણ માટે સંઘર કરી લીધો ને લશ્કરમાં ભરતી કરી.
બાર માસ પછી અવંતિપતિને દૂત આવ્યું. તેણે કહ્યું: મૃગાવતી તૈયાર થાવ. અવંતિપતિ તમને તેડવા આવે છે. મૃગાવતા કહે, અરે દૂત! તારા કામાંધ રાજાને કહેજે કે એ સિંહણની છેડ કરવા જેવી નથી. એની આશા મૂકી પિતાની રાણીઓથી જ સંતોષ પામે.
ફરી પાછાં શબીના કેટ બંધ થયા છે ને અવંતિ પતિના લશ્કરી તબુએ ઠેકાઈ ગયા છે. હંમેશાં બને પક્ષ વચ્ચે યુદ્ધ થાય છે પણ કોઈની હાર જીત થતી નથી. બંને પક્ષના માણસ મરાયે જાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com