________________
કેઈને આશા ન હતી કે તે બચી શકે. એની પથારી આગળ મૃગાવતી ને બાળકુમાર ઉદયન બેઠાં છે. આંખમાં આંસું છે, શતાનિકના છેલ્લા શ્વાસોશ્વાસ ચાલી રહ્યા છે. જાણે તેને કાંઈ મુંઝવણ થતી હોય એમ લાગે છે. એ જોઈ મૃગાવતી બોલી: મહારાજ નશીબમાં હોય તેમ બન્યા કરે છે. તમે મારી ફીકર કરે છે? ઉદયનની પીકર કરે છે ? ના, ના, જરાયે ન કરશો. મારા નાથ ! ખાતરી રાખજો કે મૃગાવતી ક્ષત્રીયાણીના દુધ ધાવી છે. જીવતાં લગી તે પિતાની અને પિતાના પુત્રની રક્ષા કરશે. અને બનશે ત્યાં સુધી નગરને પણ શત્રુના હાથમાં નહિં જવા દે.
એ બધું ખરું. પણ દેવી! શત્રુ બહુ બળવાન છે. એના પંજામાંથી છટકવું સહેલું નથી. વળી નગરમાં પણ હવે અનાજ પાણીની તંગી પડવા લાગી છે. હવે કયાં સુધી આમ નભી શકાશે ?
મૃગાવતી કહે, “જરાયે ચિંતા ન રાખશો. તમારા જીવને શાંતિમાં રાખે. આર્ય લલનાઓ પિતાને ધર્મ સારી રીતે બજાવી જાણે છે. જીવતાં તે શું પણ મર્યા પછી પણ શત્રુના હાથમાં તે ન જાય એ માટેનો માર્ગ તેના માટે ખુલ્લો છે. માટે નાથ ! તમે શાંતિ રાખે ને પ્રભુનું સ્મરણ કરે.” છેલ્લા શબ્દો સાંભળી શતાનિકે આંખ મીંચી. મૃગાવતીએ નવકાર આપ્યા. શતાનિકનો જીવ આ ફાની દુનિયા છોડી ચાલ્યો ગયે.
: ૫ છે. મૃગાવતી જેવી પવિત્ર હતી, જેવી જ્ઞાની હતી, તેવી જ બહેશ પણ હતી. એની બાહોશીને આપણને આ વખતે પરિચય થાય છે. તેણે જોયું કે મહારાજ શતાનિકનું કહેવું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com