________________
નકકી આમાં કાંઈક ભેદ લાગે છે. નહિતર આવું ગુપ્ત ચિન્હ પણ તે કયાંથી જાણું શકે! એ ભેદને પાર પામવા તેણે અધિરાઈથી પૂછ્યું: ચિત્રકાર! આ કેની છબી ચિતરી રહ્યા છે? “હું માનું છું કે મહારાણી મૃગાવતીની ચિત્રકારે ઠાવકાઈથી ઉત્તર આપે. માનું છું શા માટે? સાચું કહેને એની જ છબી ચિતરૂં છું! જરા તપી જઈ શતાનિકે ચિત્રકારને દમ ભિડાવ્યો. અને આવી છબી ચિતરવાનું પ્રયોજન ?” શતાનિકે પ્રશ્ન કર્યો. ચિત્રકાર આવા વિચિત્ર પ્રશ્નથી જરા ખચકાયે પણ મનને મજબુત કરી બેર દેવ! કળાકારમાં કેટલી નિપુણતા છે એ બતાવવા. માણસનું એક અંગ જોઈને પણ આખી તસ્વીર બનાવી શકે એવા કળાકારે દુનિયા પર મેજુદ છે એ જણાવવા. “એટલે એના શરીરનું એકાદ અંગ જોઈને જ આ છબી ચિતરી છે ?” શતાનિકના મનમાં શંકા થઈ. હા મહારાજ ! કેવળ અંગુઠાના દર્શન માત્રથી!” ચિત્રકારે સાચી હકીક્ત જણાવી દીધી. “કેવો બેહદી વાત! શું અંગુઠા પરથી આખી છબી બનાવી શકાય ? અને તે પણ શરીરના બધા ચિન્હ સાથે ?”
ચિત્રકાર કહે, “મહારાજ! એ શાસ્ત્ર ઘણું ગહન છે. મનુષ્યના શરીરની રચના કયા ધારણે થાય છે તેનાં દરેક અંગેનાં કેવા પ્રમાણ હોય છે ને એક બીજાને કે સંબંધ હોય છે એના પરથી એ વસ્તુ સિદ્ધ થઈ શકે છે. જો કે આ ટ૫કું દેવગેજ પડેલું છે. પણ મને લાગે છે કે મારા ચિત્રની ખામી દૂર કરવાજ એ પડેલું છે. નહિતર બબ્બે વખત ભુસ્વા છતાં એજ સ્થળે કેમ પડે ”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com