________________
કુબડ અને ક્યાં ચંદ્ર સરખે નળ ભૂપતિ! દમયંતી યુવાન છે અને પ્રિયતમના વિયોગથી વિહવળ થયેલી છે એટલે તેની બુદ્ધિ તે ભ્રષ્ટ થઈ છે. તમે શું જોઈને તેના કહેવા પ્રમાણે ચાલે છે? તમારી બુદ્ધિ પણ નષ્ટ થઈ છે કે શું? સૂરજપાક રસોઈની કળાથી તમે એમ માનતા હો તે જગતમાં કળાવંત ઘણું પુરૂ હોય છે. કળાને કેઈએ છે ઈજાર રાખે છે? છતાં જો તમે કહેતા છે કે નળ છું, તે ને ભાઈ હું નળ થઈ જાઉં. તેમ કરવાથી મારું શું જાય છે? યે હું નળ છું. બસ. હવે દમયંતી મને આપી દે. ચાલો.”
કૂબડના આવા શબ્દો સાંભળી બધા ઉઠી ગયા. દમયંતી મનમાં ખુબ અકળાવા લાગી. તેણે એક છેલ્લી પરીક્ષા કરવાનો વિચાર કર્યો. તેણે કહ્યું; “પિતાજી એક છેલ્લે ઉપાય અજમાવી જોઈએ. નળને સ્પર્શ થતાં જ મારાં રેમ વિકસિત થાય છે. જે એ નળ હશે તે જરૂર તેનાહસ્ત સ્પર્શથી મારી રામાવલિ ખડી થઈ જશે.'
કૂબડે તેને હસ્તસ્પર્શ કર્યો અને દમયંતીને રોમાંચ થયો. તેના રેમે રેમમાં જાણે ચેતન આવ્યું હોય તેમ તે ખડાં થઈ ગયાં. તેના હદયમાં કઈ અકથ્ય આનંદ થવા માંડશે. તેના આખા શરીરમાં એક પ્રકારની વિજળી પસાર થઈ ગઈ. તેને ખાત્રી થઈ કે આ નળ છે. આ જોઈને તેને માતપિતા બહાર ગયાં. પછી હુંડિકને હાથ પકડી દમયંતી બોલીઃ “હે પ્રાણનાથ ! હજીયે મને શા માટે છેતરે છે અને દશે ઘે છે! હજી તમારે નાસી જવું છે? મારે ગુન્હ તે જરા કહે. પ્રિયતમ! શા માટે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com