________________
૧૬
મને પીડા છે ? મને વનમાં એકલી અટુલી મૂકીને તમે નાસી ગયા. અરે કઠણ કાળજાના પુરૂષો તમે સ્ત્રીઓના હાથ શું કામ પકડી છે ? તમારામાં રક્ષણ કરવાની શક્તિ ન ડાય તા તમે લગ્ન શા માટે કરે છે ? અને લગ્ન કરી છે તે શા માટે આવા ક્રૂર બના છે ? નળ ! નળ ! હવે હું તમાને છેાડવાની નથી. ’
'
દમયંતીના શબ્દો સાંભળીને કૂખડ ગળગળા થઈ ગયા. તેની નજરે નજર મળતાં તેના હૃદયમાં પ્રેમે ઉછાળા માર્યાં. તેનાથી વધુ વખત ભેદ્દીપુરૂષ તરીકે રહી ન શકાયું, તેનું હૃદય પીગળી ગયું, દમયંતીનાં કરૂણા ભયા વચનાએ તેને ઘાયલ કર્યાં. તે નીચા નમ્યા. બે હાથ જોડયા અને ખેલવા લાગ્યા: દેવી ! મને માફ કર. દુનિયામાં મારા જેવા સ્ત્રીને અરણ્યમાં મૂકીને ભાગી જનાર ક્રૂર કાપુરૂષ કાઈ નથી, દેવી માફ કર!' આમ ખેલતાં ખેલતાં તેની આંખામાંથી ગંગા-જમના વહેવા માંડી. દમયતીના ચક્ષુમાંથી હર્ષાશ્રુ નીકળવા લાગ્યાં. પતિપત્ની પુનઃ એકવાર એક બીજાને ભેટીને રડયાં. મુક્તકંઠે રડયાં. હૃદયના ભાર ખાલી થતાં સુધી રડયાં. હા ! એ રૂદન કેટલું. આનંદજનક હશે !
×
X
*
*
ખડે કપડામાં વીંટાળી રાખેલા મણિના સ્પર્શ કર્યાં કે નાગનું ઝેર ઉતરી ગયું. તેના શરીરની કાળાશ દૂર થઈ ગઈ. તેનું મૂળ સ્વરૂપ પુનઃ વિક્સી યુ.
કુડનપુરમાં આજે જાણે સાનાના સુરજ ઉગ્યા છે. સર્વત્ર આનંદ આનંદ થઈ રહ્યા છે. સા કહેવા લાગ્યા કે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com