________________
તીર છુટયું હોય! રથ કુંઠિનપુર આવી પહોંચ્યા. દધિપણના આવવાની ખબર પડતાં ભીમરથે સામા જઈ સત્કાર કર્યો. પછી ભીમરથે પૂછયું: “તમે ટુંક સમયમાં આટલે લાંબે પંથ કેમ કરીને કાપ્યો?” દધિપણે કહ્યું: “આ કૂબડછના પ્રતાપથી.” દમયંતી કહે, “અહો ! દધિપણું રાજેન્દ્ર! આ કૂબડજી તે બહુ કુશળ જણાય છે. અમે સાંભળ્યું છે કે તેઓ સૂરજપાક રસોઈ પણ બહુ સારી બનાવી જાણે છે. તે તેમની પાસે રસોઈ કરાવી અમને જમાડશો કે?”
કુબડ વચ્ચે બેલી ઉઠયા, “ના, ના, અમે તે દમયંતીને સ્વયંવર જેવા આવ્યા છીએ. માટે પ્રથમ સ્વયંવર ઉત્સવ કરે અને પછી સૂરજપાક રઈને સ્વાદ ચખાડીશું.”
અરે કૂબડજી!” દમયંતી બોલવા લાગીઃ “સૂરજપાક રસેઈ તે પ્રથમ જમાડવી પડશે સમજ્યાને. અમે જમ્યા સિવાય તમને છેડવાનાં નથી. સ્વયંવરનું શું નાસી જાય છે ?” - કુબડે રસોઈ બનાવી અને સર્વ જમ્યાં. ભેજનને સ્વાદ ચાખતાં જ દમયંતીને નિશ્ચય થયો કે એ ચોક્કસ મારા સ્વામી છે. તેણે ભીમરથને આ વાત જણાવી.
ભીમરથ હુંડિકને જમણે હાથ પકડી તેને રાજમહેલમાં તેડી લાવ્યા. પછી ઘણું ભાવપૂર્વક બે હાથ જોડી તે બોલ્યા કે “કૂબડજી! હવે ભેદનીતિ જવા દો અને કબુલ કરે કે તમે નળ છે. તમારાં લક્ષણ ઉપરથી તે તમે પકડાઈ જ ગયા છે. ?
કૂબડ કહે, “અરે રાજેન્દ્ર ! ક્યાં તારલા સરખે હું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com