________________
પૂછયું કે તું આટલું મોડે કેમ આવ્યા? વહેલું કેમ ના આખ્યા ? ? - દૂતે કહ્યું: “મહારાજ માફ કર હું રસ્તામાં માંદો પડી ગયે. તેથી મારા આવવામાં ઢીલ થઈ '
દધિપણે તે આકુળ વ્યાકુળ થવા લાગ્યો. તેણે વિચાર કર્યો કે હવે પહાચવું શી રીતે ? આ કમબખ્ત દૂત મેડે આવ્યો એટલે દમયંતી અન્યના હાથમાં જવાની. તે આશા મૂકીને બેઠો છે, એટલામાં હુંડિકે આવીને પૂછયું કે “મહા રાજા! આમ નિરાશ થઈને કેમ બેઠા છે ?”
દધિપણું કહે, “જે સાંભળ. નળરાજા વનમાં મરણ પામ્યો છે, અને દમયંતી નવાવના હાઈ પુનઃ સ્વયંવર કરે છે. મુહૂર્તને વચમાં માત્ર એક દિવસ આડે છે. મારે દમયતીને પરણવાના કેડ છે, પણ હવે પહોંચવાને વખત રહ્યો નથી. તેથી મને દુઃખ થાય છે. ”
કૂબડે મનમાં વિચાર કર્યો કે ચંદ્રમાંથી શીતળતાને બદલે અંગાર ઝરે, સૂર્ય પૂર્વને બદલે પશ્ચિમમાં ઉગે અને સમુદ્ર કદાપિ માઝા મૂકે પણ દમયંતી જેવી સતી સ્ત્રી અન્ય પુરૂષને વરે એ ન બનવા જેવું છે. માટે આમાં કાંઈ ભેદ હો જોઈએ. માટે ચાલ, હું પણ તમારે જેવા દધિપણું સાથે કુડિનપુર જાઉં. આમ વિચારી તે બોલ્યો કે “મહારાજ ચિત્તા ન કરશો. હું અશ્વવિદ્યા જાણું છું. તેના બળે તમને સૂર્યોદય પહેલાં હું કેડિનપુર પહોંચાડી દઈશ.”
તરત જ રથ સજજ કર્યો અને ઘડા જેી દીધા. દધિપણું રાજા રથમાં બેઠા અને કૂબડે હાંકવા બેઠા. અશ્વ તે પૂરપાટ ચાલ્યા. શું તેમની ગતિ! જાણે ધનુષ્યમાંથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com